વસ્તી દિન પ્રતિદિન વધતી જાયછે. જમીન વધતી નથી! થોડા વર્ષોમાં તે ચીનને પાછળ છોડશે. 1951માન 36 કરોડ હતી તે 1991માં 84 કરોડને આજે તો સવા અબજ ઉપર, 2.5 ટકાનો વસ્તી વધારો એટલે દર મિનિટે 4 બાળકો નવા ઉમેરાય છે. વરસે દહાડે દોઢ કરોડનો વસ્તી વધારો. ગરીબી અને બેકારી દિન પ્રતિદિન વધતી જાય છે. આમને આમ જો વસ્તી ઉભરાતી રહેશે તો ગરીબી એટલી હદે વધી જશે કે લોકો નાગા ભૂખ્યા રસ્તા પર રઝળવા માંડશે. વસ્તી અને ગરીબી વચ્ચે અવિનાભાવિ સંબંધ છે. એક વધે તો બીજું વધે જ! ભાવિ પેઢીને જીવવા જેવું વાતાવરણ રાખવું હોય તો અત્યારથી જાગૃત થઇ જવું પડે.
બામણિયા -મુકેશ બી. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.