SURAT

સુરત એરપોર્ટ પર ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગથી દોડધામ મચી

સુરત: આજે તા. 11 જૂનને મંગળવારના દિવસે સુરત એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએક સુરત એરપોર્ટના રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરતા સુરત એરપોર્ટના સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શું થયું હશે? કેમ તેજસ સુરતમાં લેન્ડ થયું? તેવા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટ ઉપર આજે સવારે 10.30 આસપાસના સમયે ઈન્ડિયન એરફોર્સના વિમાન તેજસ નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ ખામીને લઈ તેજસ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સુરત એરપોર્ટ ઉપર તેજસ વિમાનને દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર તેજસ એરક્રાફ્ટના પાયલોટને લો ફ્યુઅલનો મેસજ મળ્યો હતો, જેના લીધે પાયલોટે સાવચેતીના ભાગરૂપે નજીકના એરપોર્ટ સુરત એરપોર્ટ પર તેજસ જેટનું ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. લેન્ડિંગ ખૂબ જ સરળતાથી થયું હતું. હવે સમસ્યાના નિવારણ બાદ તેજસ એરક્રાફ્ટ રવાના થશે એવી વિગતો જાણવા મળી છે.

Most Popular

To Top