એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી ખામી હતી. જે બાદ વિમાનનો માર્ગ ફેરવવામાં આવ્યો છે અને તેને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યુ છે.
ભોપાલમાં સુરત (SURAT) થી કોલકાતાની જતી ફ્લાઇટ (FLIGHT)નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં કુલ 172 મુસાફરો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી (TECHNICAL) ખામી હતી, ત્યારબાદ વિમાનનો માર્ગ ડાયરેક્ટ કરવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં તેને સુરક્ષિત (SAFE) રીતે ઉતારવામાં આવ્યુ છે. તકનીકી સમસ્યા અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ સારી વાત એ છે કે તમામ મુસાફરોને એરપોર્ટ પર સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. ભોપાલ એરપોર્ટના ડાયરેક્ટરએ વિમાનના સલામત ઉતરાણની પુષ્ટિ કરી છે.