Business

એલન મસ્કની માર્ક ઝુકરબર્ગને ઓફર, ફેસબુકનું આ નામ રાખશો તો મળશે 1 અબજ ડોલર

નવી દિલ્હી: એલન મસ્ક (Elon Musk) ફરી એકવાર સમાચારમાં છે. આ સમયે મસ્કની ચર્ચાનું કારણ તેના દ્વારા કંપનીઓને આપવામાં આવેલી ઓફર છે. મસ્ક હાલમાં જાણીતી કંપનીઓને તેમના નામ બદલવાના બદલામાં મોટી રકમની ઓફર કરી રહ્યા છે. દરમિયાન મસ્કે હવે મેટાના (Meta) માલક માર્ક ઝુકરબર્ગને (Mark Zuckerberg) પણ ઓફર કરી છે.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચે અવારનવાર શબ્દોની લડાઈ થતી રહે છે. હવે એલન મસ્કે માર્ક ઝકરબર્ગને ફેસબુકનું (Facebook) નામ બદલવાની સલાહ આપી છે. એટલું જ નહીં નામ બદલ્યા બાદ તેણે માર્કને જંગી પૈસા આપવાની વાત પણ કરી છે. એક અહેવાલ મુજબ Elon Muskએ માર્ક ઝકરબર્ગને ફેસબુકનું નામ બદલીને ‘Faceboob’ કરવાની સલાહ આપી છે.

એલન મસ્કે કહ્યું કે જો ફેસબુકનું નામ ‘ફેસબુબ’ રાખવામાં આવે તો તે બદલામાં માર્ક ઝકરબર્ગને 1 બિલિયન ડોલરની મોટી રકમ આપશે. તેણે કહ્યું કે જરા વિચારો કે ફેસબુકમાં લોગ ઇન કર્યા પછી દરેક કેટલા ખુશ થશે. તેણે કહ્યું કે તેની પાસે નવી સાઇટ માટે પહેલાથી જ ઘણા વિચારો છે. તમને જણાવી દઈએ કે ફેસબુક પહેલા એલોન મસ્કે પણ વિકિપીડિયાને તેનું નામ બદલવાની સલાહ આપી હતી. પછી તેણે કહ્યું કે જો વિકિપીડિયાનું નામ ડિકીપીડિયા રાખવામાં આવે તો તે 1 બિલિયન ડોલર આપશે.

એલન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) માટે છેલ્લા ઘણા દિવસોથી ખબરો વાઇરલ થઇ હતી કે કંપની એક નવો પ્લાન લાવી શકે છે, જેનાથી તમામ યુઝર્સે ફરજીયાત નાણાં ચુકવવા પડશે. તેમજ યુઝર્સને એડ ફ્રી અનુભવ પણ મળશે. કંપનીએ આ પ્લાનને ઓફીશિયલી લોન્ચ કરી દીધો છે. આ એડ ફ્રી અનુભવ માટે પ્રીમિયમ+ પ્લાન છે. જેમાં યુઝર્સને જાહેરાતોથી મુક્તિ મળશે. વધુમાં કંપનીએ એક બેઝિક પ્લાન પણ લોન્ચ કર્યો છે. જે એન્ટ્રી લેવલ સબસ્ક્રિપ્શન પ્લાન છે. કંપની તમને રૂ. 243ના માસિક ચાર્જ પર મૂળભૂત પ્લાન ઓફર કરી રહી છે જે વેબ વર્ઝન માટે છે.

Most Popular

To Top