આખીય જીંદગી વેંતરા કરીને પણ તમે અને હું કમાઈ નહીં શકું તેટલી રકમ વિશ્વનો સૌથી જાણીતો ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રીક ટેસ્કા કારનું નિર્માણ કરનાર એલન મસ્ક સાથે મંગળવારે અનોખી ઘટના બની. એલન મસ્કની કંપનીને એક જ ક્લાયન્ટ દ્વારા 1 લાખ કારનો ઓર્ડર મળતા મસ્કની કંપનીના શેર્સમાં ધરખમ ઉછાળો થયો અને મસ્ક મિનિટોમાં માલામાલ થઈ ગયો હતો.
ટેસ્લા (Tesla) કંપનીના માલિક એલન મસ્કની (Elon Musk) સંપત્તિ એક જ દિવસમાં ૩૬.૨ અબજ ડોલર (રૂ. 2.71 લાખ કરોડ) થી વધી ગઇ છે અને તે સાથે વિશ્વના આ સૌથી ધનવાન શખ્સે એક જ દિવસમાં સંપત્તિમાં વધારાની બાબતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સના (Blumerg Index) ઇતિહાસમાં કોઇ ધનવાનની મિલકતોમાં એક દિવસનો આ સૌથી મોટો ઉછાળો છે.
મસ્કની મિલકતમાં આટલો મોટો ઉછાળો એક દિવસમાં નોંધાઇ ગયો તેનું કારણ એ છે કે તેમની ઇલેકટ્રિક કાર (Electric car) કંપની ટેસ્લાને એક જ ગ્રાહક તરફથી એક લાખ ગાડીઓ માટેનો ઓર્ડર મળ્યો છે. હર્ટ્ઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ તરફથી ટેસ્લાને એક લાખ કાર માટેનો ઓર્ડર મળ્યો છે. હર્ટ્જ તરફથી આ ઓર્ડર મળ્યા બાદ ટેસ્લાના શેરોમાં ૧૩ ટકાનો ઉછાળો આવી ગયો હતો અને આ સાથે આ કંપનીની માર્કેટ વેલ્યુ એક લાખ કરોડ ડોલરને વટાવી ગઇ હતી.
અત્યારે મસ્કની ચોખ્ખી મિલકતો ૨૮૯ અજબ ડોલર છે. મસ્કની આ નેટવર્થમાં એક તૃતિયાંશ ભાગ ટેસ્લામાં તેમના શેર હોલ્ડિંગ્સ અને ઓપ્શન્સનો છે. જો કે મસ્કની મિલકતો આમ પણ છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધી રહી હતી. તેઓ થોડ સમય પહેલા જ જેફ બેઝોસને બાજુએ મૂકીને વિશ્વના સૌથી ધનવાન શખ્સ તરીકે જાહેર થયા હતા.
એલન મસ્કના આ રેકર્ડ પહેલા એક જ દિવસમાં મિલકતમાં સૌથી મોટા ઉછાળાનો રેકર્ડ ચીની અબજપતિ ઝોંગ શાનશાનના નામે હતો. ગયા વર્ષે તેમની નેટવર્થ એક જ દિવસમાં ૩૨ અબજ ડોલર વધી ગઇ હતી. તેમની બોટલ્ડ વોટર કંપની નોંગફુ સ્પ્રિંગનું લિસ્ટિંગ શેરબજાર પર થયું ત્યારે આ ઘટના બની હતી.
નોંધનીય છે કે, એલન મસ્કને સંપત્તિનો કોઈ મોહ નથી. અગાઉ પણ તે પોતાના તમામ શેર્સ કંપનીના નામે કરી ચૂક્યો છે. એક બેડરૂમ-કીચનના ફ્લેટમાં તે રહેવાનું પસંદ કરે છે. ઓલિયા સ્વભાવનો એલન મસ્ક નવી નવી શોધ માટે જાણીતો છે.