World

પોતે એલિયન હોવાનો એલોન મસ્કનો વિચિત્ર દાવો!, ટૂંક સમયમાં પુરાવા આપશે

નવી દિલ્હી: એલોન મસ્ક પોતાના નિવેદનો અને વિચારોને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. હવે તેમણે પોતાને એલિયન જાહેર કરી દીધા છે. મસ્કે એક ઇન્ટરવ્યુ દરમિયાન વિચિત્ર દાવો કરતાં કહ્યું હતું કે, તે પોતે એલિયન છે. એટલું જ નહીં મસ્કે ટૂંક સમયમાં આ અંગેના પુરાવા આપવાની વાત પણ ઈન્ટરવ્યુમાં કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે.

ઇન્ટરવ્યુ લેનારાએ મસ્કને પૂછ્યું કે કેટલાક લોકો એવું માને છે કે તમે માણસ નથી પરંતુ એલિયન છો. ત્યારે મસ્કે જવાબ આપ્યો કે હા તે એલિયન છે અને તે ખુદ પણ લોકોને આ વાત કહે છે, પરંતુ કોઈ તેની વાત માનવા તૈયાર થતું નથી. હું પોતે આ અંગેના પુરાવા સોશિયલ મીડિયા પર જાહેર કરીશ.

આ વખતે એલોન મસ્કે પોતાને માત્ર એલિયન જ નથી કહ્યા પરંતુ આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની સાબિતી આપવાનું પણ કહ્યું છે. જો કે, તેઓ આ ક્યારે પોસ્ટ કરશે તે અંગેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેથી આ એક મજાક જ હોઈ શકે છે.

એલોન મસ્કએ AI વિશે પણ વાતો કરી
ઈન્ટરવ્યુમાં એલોન મસ્કે મનુષ્ય અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશેના કેટલાક વિચારો પણ શેર કર્યા હતા. મસ્કે કહ્યું કે મનુષ્ય AIને અર્થ અને હેતુ આપે છે. આને વિગતવાર સમજાવવા માટે તેમણે આપણા મગજની એઆઈની કાર્ય કરવાની રીત સાથે સરખામણી કરી છે.

મનુષ્યના મગજ વિશે સમજાવતા એલોન મસ્કે કહ્યું કે આપણા મગજના મુખ્ય બે ભાગ છે. તેમાં લિમ્બિક સિસ્ટમ છે અને તે આપણા જ્ઞાન અને લાગણીઓને નિયંત્રિત કરે છે. બીજો ભાગ કોર્ટેક્સ છે, જે વિચારો અને આયોજનને નિયંત્રિત કરે છે. કોર્ટેક્સ હંમેશા લિમ્બિકને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. મસ્કનું માનવું છે કે AI માં પણ લગભગ આવું જ થાય છે.

Most Popular

To Top