Business

ઈલોન મસ્કે ટ્વિટર બાદ હવે બિલ ગેટ્સ પર નિશાન સાધ્યું, આ રીતે બિલ ગેટ્સને ટ્રોલ કર્યા

છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક (Elon Musk) સતત ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો ત્યાર બાદથી તેઓ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ઈલોન મસ્કે ટ્વિટર બાદ હવે બિલ ગેટ્સ પર નિશાન સાધ્યું છે. તેમણે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને (Bill Gates) ટ્રોલ (Troll) કર્યા છે. તેમણે સતત ટ્વીટ (Tweet) કરીને બિલ ગેટ્સને ટ્રોલ કર્યા છે. મસ્કે તાજેતરમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર પર ટેસ્લાના શેરને શોર્ટ દેવાનો આરોપ લગાવ્યો હતો.

ઈલોન મસ્કે શુક્રવારે એક ટ્વીટમાં જણાવ્યુ હતું કે તેમણે બિલ ગેટ્સને પૂછ્યું હતું કે શું તેઓ મસ્કની કંપનીના સ્ટોકનું શોર્ટ વેચાણ કરી રહ્યા છે. જાણાવી દઈએ કે જ્યારે કોઈ રોકાણકાર સ્ટોક શોર્ટ કરે છે ત્યારે તે એસેટ વેલ્યુ ઘટવા પર શરત લગાવે છે. મસ્કે તેના ટ્વિટમાં કહ્યું હતું કે તેણે TED પર ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે ગેટ્સ પાસે હજુ પણ અડધા અબજ ટેસ્લા શોર્ટ્સ છે. જેના વિશે મસકે બિલ ગેટ્સને પૂછ્યું હતું તેથી હવે તે કોઈ ટોપ સિક્રેટ નથી.

ઇલોને ટ્વિટર પર બીજી એક ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે બાર્બેરિયન્સ ગેટ પર છે. તેના પર લોકો પોતપોતની મંથના વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે મસ્ક એક તીરથી બે નિશાના લગાવી રહ્યા છે. એટલે કે ટ્વીટ દ્વારા તે ટ્વિટર અને બિલ ગેટ્સ બંનેને નિશાન બનાવી રહ્યા છે. મસ્કનું આમ કરવા પાછળનું કોઈ પણ કારણ હોય, પરંતુ લોકોને તેની આ સ્ટાઇલ પસંદ નથી આવી રહી. કારણ કે ઇલોન મસ્ક આ ટ્વીટને લોકો બોડી શેમિંગ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં મસ્કથી નરાજ લોકો તેના ટ્વિટનો જવાબ આપતા મસ્કની જૂની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે જેમાં મસ્કના માથા પર ઓછા વાળ છે. મસ્કે ટ્વિટમાં ટ્વિટરની રિવ્યુ પોલિસીને લઈને તેઓએ ટોણો પણ માર્યો હતો. ટ્વિટમાં અન્ય એક ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે શેડો બાન કાઉન્સિલના ટ્વિટ રિવ્યુ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે ઈલોન મસ્કે પણ હાલમાં જ ટ્વિટર ખરીદવા માટે ઓફર આપી હતી. જો કે કંપની આનાથી બચવાના ઉપાયો શોધી રહી છે. મસ્કે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરનો 9.2% હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ તે કંપનીના સૌથી મોટા હિસ્સેદાર બની ગયા હતા.

Most Popular

To Top