SURAT

‘અમે અહીં જ સેલ્ફી લેવાના છે થાય તે કરી લો’, કહી ટપોરીઓએ ગાળો આપી અને…

સુરતઃ મગોબ સ્થિત બી.આર.ટી.એસ (BRTS) ઇલેક્ટ્રિક બસ ડેપોમાં (Electric Bus Depot) ગઈકાલે સાંજે પાંચ જણા પાર્કિંગમા સેલ્ફી તથા વીડિયોગ્રાફી કરતા હતા. ડેપો મેનેજરે ના પાડતા આ પાંચેય જણાએ ડેપોમાં ઘૂસી તોડફોડ કરી મેનેજર સહિત સિક્યોરીટી ગાર્ડ પર હુમલો (Attack) કર્યો હતો.

  • મગોબ બીઆરટીએસ ડેપોમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી
  • સિક્યોરિટી ગાર્ડે અને મેનેજરે સેલ્ફી અને વિડીયો કરવા ના પાડી તો માર માર્યો

પુણાગામ ખાતે દિપાંજલી સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય પ્રદયુમનસિંગ ધરમેન્દ્રસિંગ રાજપૂત પરવત ગામ પ્રમુખ આરણ્યની બાજુમા આવેલ મગોબ બી.આર.ટી.એસ ઇલેક્ટ્રિક બસડેપોમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અહીં જિતેન્દ્ર ચૌધરી અને રવી સોનવણે ડેપો મેનેજર છે. આ ડેપોમાં સિક્યુરિટી સાથે પાચ છ માણસો નોકરી કરે છે.

ગઈકાલે સાંજે ડેપોના બંને ગેટની વચ્ચે પાર્કિંગમા એક છોકરા સાથે બીજા ત્રણેક છોકરાઓ સેલ્ફી તથા વીડિયોગ્રાફી કરતા હતાં. ત્યારે વોચમેને તેમને સેલ્ફી લેવાની તથા વીડિયોગ્રાફી કરવા ના પાડી હતી. તેમને નહી સાંભળતા ડેપો મેનેજર જિતેન્દ્ર ચૌધરીએ આવીને સમજાવતા લાંબા વાળવાળા વ્યક્તિએ અમે અહીં જ વીડિયોગ્રાફી તથા સેલ્ફી લેવાના છે તમારાથી જે થાય તે કરી લો તેમ કહી ગાળો આપી હતી.

બાદમાં લાંબા વાળવાળો છોકરો તથા તેની સાથે બીજા ચાર જણા મળી પાંચ જણાએ ડેપોમાં ધસી આવ્યા હતા. આવીને ઓફિસની કેબિનમા ઘૂસી કોમ્પ્યુટર તથા દરવાજાને નુકસાન કર્યું હતું. તેમને રોકવા જતા પ્રદયુમનસિંગ ડાબી આંખની પાંપણ પાસે તથા જમના હાથની હથેળી તથા કોણીના ભાગે અને ડેપો મેનેજર જિતેન્દ્ર ચૌધરીને કપાળ તથા પીઠના ભાગે અને પ્રુથ્વીપાલ સિંગને ડાબા હાથના કાંડાનાભાગે, કપાળ ઉપર લોખંડના સળીયા વડે મારા માર્યો હતો. 100 નંબર ઉપર ફોન કરતા આ લોકો નાસી ગયા હતા. મારામારી કરનાર લાંબાવાળ વાળા વ્યક્તિનું નામ સની પાંડે તથા બાઈક વાળા વ્યક્તિનું નામ પ્રશાંત ચૌહાણ છે. ગોડાદરા પોલીસે આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top