જયારે જયારે કોઇ પણ નાની મોટી ચુંટણી આવે તેમા દેશ નુ ભાવી મતદારો જોતા હોય છે, પરતું જે રીતે ચુંટણી ની ટીકીટ લેવા માટે ધમાલ જોવા મળે છે તેમા દેશ નુ ભાવી જોવા નથી મળતું ? ધણી વખત વિચાર આવે કે શુ પદ સાથે જ દેશ ની સેવા કરી શકાય ? દરેક મતદારો આમ તો બધુ સમજતા હોય, પરતુ મતદાન તો કરવુ જ પડે, સત્તા તો સત્તા જ હોય એવુ નથી લાગતું ?
સેવા કરવા વાળા કયારેય જાહેર મા દેખાતા જ નથી. શુ સત્તા મા સેવા કરતા વધુ લાભ હશે ? આવુ ચોક્કસ ફલિત થાય જે રીતે ટીકીટ ન મળતા ધમાલ જોતા, ચુંટણી નાની હોય કે મોટી, આ અંગે નુ માપ દંડ કોણ બદલાશે ? સૈથી મોટા બદલાવ ની અહીયા જરુરીયાત હોય એવુ નથી લાગતું ? દેશ મા બધા સમજે તો છે સત્તા થી કઇ પણ કરી શકાય. અપવાદ તો બધાં મા હોય જ.
સુરત -જિજ્ઞેશ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.