Charchapatra

ચૂંટણીઓ પાકતી મુદતે જ, શીડયુલ પ્રમાણે યોજાવી જોઇએ

આપણે ત્યાં સંસદ અને રાજયોની વિધાનસભાઓની ચૂંટણીઓ પાંચ વર્ષે યોજાય છે. કયારેક એવું બને છે કે, રાજયની વિધાનસભાની ચૂંટણીઓ, આઠ – દસ મહિના વહેલી કરવામાં આવે છે. રાજયમાં જે પક્ષ સત્તા ઉપર હોય, એ પક્ષને લાગે કે વર્તમાને ચૂંટણીનો પાક લણી લેવામાં ફાયદો થાય એમ છે, એટલે એ શાસક પક્ષ, ચૂંટણી પંચને પાકતી મુદત કરતાં આઠ – દસ મહિના વહેલી ચૂંટણી કરવા માટે ભલામણ કરતો હોય છે. દા.ત. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં પાકે છે. હવે જો, શાસક પક્ષ અંદરખાને માનતો હોય કે હમણાં મે-જૂનમાં ચૂંટણી યોજવાથી એમના પક્ષને ફાયદો થાય એમ છે, એટલે ચૂંટણી વહેલી યોજાય, એ બરાબર નથી. બરાબર પાંચ વર્ષે જ ચૂંટણી યોજાવી જોઇએ. ખાસ કારણો સિવાય, ચૂંટણીઓ તે સંસદની હોય કે વિધાનસભાની, પાકતી મુદતે જ યોજાવી જોઇએ. આને માટે સંવિધાનમાં સુધારા કરવા પડે તો કરવા રહ્યા. બાકી શાસક પક્ષની મનમાની તો ચૂંટણી યોજવા બાબતે થવી જોઇએ જ નહિ.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top