Gujarat

રાજ્યની 8000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેરઃ 22 જૂને વોટિંગ, 25મી જૂને રિઝલ્ટ

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. આગામી તા. 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. 25મી જુને પરિણામ જાહેર કરવામાં આવશે. આ અંગેનું જાહેરનામું 2 જૂને જાહેર થશે. તા. 9 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. 11 જૂન સુધીમાં ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે.

રાજ્યમાં 8000થી વધુ ગ્રામ પંચાયત
ગુજરાત રાજ્યમાં 8240થી વધુ ગ્રામ પંચાયત છે. તે તમામની 60 હજારથી વધુ બેઠકો પર એક સાથે તા. 22મી જૂનના રોજ મતદાન થશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો મતદાન કરશે.

ગ્રામપંચાયતની ચૂંટણીમાં EVM નહીં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ઈવીએમનો ઉપયોગ કરાશે નહીં. તેના બદલે જૂની બેલેટ પેપરની પદ્ધતિથી ચૂંટણી કરવાનું નક્કી કરાયું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા અગાઉથી જ જે તે કલેક્ટર કચેરીને તૈયારી કરવા આદેશ કરી દેવાયો છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડરપ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ છે.

Most Popular

To Top