નવી દિલ્હી (New Delhi): આજે 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબકકામાં ઉત્તરાખંડ (Uttarakhand) અને ગોવાની તમામ બેઠકો અને યુપી વિઘાનસભાની 55 બેઠકો માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. યુપી (UP) અને ગોવામાં (Goa) સવારે 7 વાગ્યે જ્યારે ઉત્તરાખંડમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઝાંસીમાં એક રેલીને સંબોધી કહ્યું હતું કે પરિવારવાદી પાર્ટીઓ દેશ અને રાજ્યનું સારું કરી શકતી નથી. ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યૂપીની જનતા માટે કામ કરી શકે છે.
દરમ્યાન મતદાન વચ્ચે ઉન્નાવ જિલ્લામાં આજે સપા અને ભાજપના સમર્થકો વચ્ચે ખુબ મારામારી થઈ. જેમાં મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પુરવા કોટવાલી વિસ્તારના હાથીખેડા ગામમાં રાજકીય વિવાદનાં કારણે બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી હતી. જેમાં ચાર યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. હુમલામાં ત્રણ મહિલાઓ અને એક બાળક પણ ઘાયલ થયા છે. ભાજપ ઉમેદવારે દલિત સપા પદાધિકારી અને પરિજનોની પીટાઈનો આરોપ લગાવ્યો છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક વીડિયોમાં કહ્યું કે યુપીના મતદાર ભાઈ બહેનો હવે એક મોટા નિર્ણયનો સમય આવી ગયો છે. મને કોઈ ચિંતા હોય તો એક જ છે, જે તોફાનીઓ અને વ્યવસાયિક અપરાધીઓ ઉપર પ્રદેશમાં અંકુશ મૂકવામાં આવ્યો હતો તે જ આજે હલચલો મચાવી રહ્યા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સાવધાન રહો. તમે જો ચૂક્યા તો ફક્ત 5 વર્ષની મહેનત પર પાણી ફરી જશે ઉપરાંત યુપીને આ વખતે કાશ્મીર, બંગાળ અને કેરળ બનતા જરાય વાર નહીં લાગે.