Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં 9.72 લાખથી વધુ મતદારો 513 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી (Nagar Palika Election) તેમજ ધરમપુર નગરપાલિકાની ચૂંટણી-૨૦૨૧ની પૂર્વ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલે ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ સમીક્ષા કરી ન્‍યાયી, નિષ્‍પક્ષ અને મુક્‍ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ હોવાનું જણાવી તા. ૨૮/૦૨/ ૨૦૨૧ ને રવિવારે યોજાનાર મતદાનમાં સૌ મતદારોને (Voters) પોતાના મતાધિકારનો બંધારણીય અધિકાર અદા કરી અચૂક મતદાન કરવા નિવેદન કર્યુ છે. વલસાડ જિલ્લા પંચાયતની ૩૭ તેમજ છ તાલુકા પંચાયતની ૧૫૨ બેઠકો ઉપરાંત ઉમરગામ નગરપાલિકાની ૨૧ અને ધરમપુર નગરપાલિકાની એક મળી કુલ ૨૧૭ બેઠકોની યોજાનારી ચૂંટણીમાં ઉપર ૫,૦૯,૭૬૩ પુરુષ અને ૪,૭૭,૪૬૫સ્ત્રી મતદારો મળી કુલ ૯,૯૭,૨૨૮ મતદારો અને ૮૪ સર્વિસ મતદારો આ બેઠકોના ૫૧૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

કંઈ બેઠકો પર કેટલા ઉમેદવારો
વલસાડ જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો પૈકી ૩૭ બેઠકોની યોજાનાર ચૂંટણી માટે ૮૮ ઉમેદવારો, પારડી તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૪૯, વલસાડ તાલુકા પંચાયતની ૩૨ પૈકી ૩૧ બેઠકોની યોજાનાર ચૂંટણી માટે ૭૧, વાપી તાલુકા પંચાયતની ૨૦ પૈકી ૧૫ બેઠકો માટે ૩૨, ઉમરગામ તાલુકા પંચાયતની ૩૦ બેઠકો માટે ૭૩, કપરાડા તાલુકાની ૩૦ બેઠકો માટે ૬૯, ધરમપુર તાલુકાની ૨૪ બેઠકો માટે ૫૭, ઉમરગામ નગરપાલિકાની ૨૮ પૈકી ૨૭ બેઠકો માટે ૭૨ અને ધરમમપુર નગરપાલિકાની એક બેઠક માટે બે ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ ખેલાશે.

47 મતદાન મથકો અતિ સંવેદનશીલ
આ ચૂંટણીઓ માટે ૧૧૪૬ મતદાન મથકો ઉપર ૧૨૬૪ પ્રમુખ અધિકારી, ૧૨૬૪ મદદનીશ પ્રમુખ અધિકારી, ૧૨૬૪ મતદાન અધિકારી અને ૧૨૬૪ મહિલા મતદાર અધિકારી, ૧૨૬૪ પટાવાળા અને ૧૬૨ ઝોનલ ઓફિસર ૧૬૨ રૂટ ઉપર ફરજ ફરજ બજાવશે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ૧૮૭ સંવેદનશીલ અને વાપીમાં ૬, ઉમરગામમાં ૯, કપરાડામાં ૨૬ અને ધરમપુરમાં ૬ મળી કુલ ૪૭ અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.

ઝોનલ અધિકારી પાસે વધારાના બેલેટ અને સીયુ હશે
આ મતદાન પ્રક્રિયામાં ૨૨૪૮ બેલેટ યુનિટ, ૨૨૨૩ કંટ્રોલ યુનિટો ઉપયોગ કરાશે. પ્રત્‍યેક ઝોનલ અધિકારી પાસે જરૂરિયાત મુજબના વધારાના બેલેટ અને સીયુ રહેશે, જે કોઇ જગ્‍યાએ ઇવીએમ ખોટકાય ત્‍યારે તેની બદલી કરવા માટે ઉપયોગમાં લેવાશે.

કોરોના સંક્રમણને રોકવા વિશેષ તકેદારી
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ-૧૯નું સંક્રમણ રોકવા વિશેષ તકેદારી માટે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી/ કર્મચારીનું સ્‍ક્રીનિંગ કરવામાં આવશે. તમામ મતદાન મથકોનું સેનેટાઇઝેશન પણ કરવામાં આવશે. દરેક મતદારોનું થર્મલ સ્‍કેનરથી પરીક્ષણ કર્યા બાદ મતદાન કરવામાં આવશે. જે મતદારો પાસે માસ્‍ક ન હોય તેમના માટે માસ્‍ક રીઝર્વ રખાશે. મતદાન મથકમાં મતદાન સ્‍ટાફ, મતદાન એજન્‍ટ અને મતદારોની વ્‍યવસ્‍થામાં સોશિયલ ડિસ્‍ટન્‍સ જળવાય તેવું આયોજન કરાયું છે. મતદારને રજિસ્‍ટરમાં સહી કરવા, મતદાન માટે ઇવીએમનું બટન દબાવવા દરેક મતદારને એક હાથનું ગ્‍લોવ્‍ઝ આપવામાં આવશે. આ ઉપરાંત થર્મલ સ્‍કેનિંગ ગન, સેનેટાઇઝર બોટલ, એન-૯૫ માસ્‍ક, પી.પી.ઇ. કીટ, થ્રીલેયર માસ્‍ક, ફેસશીલ્‍ડ, ગ્‍લોવ્‍ઝ, લીકવીડ શોપની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે.

ચૂંટણીમાં કોરોના સંક્રમણ રોકવા મતદાન મથકોનું સેનેટાઇઝેશન કરાયું
વલસાડ જિલ્લામાં જિલ્લા- તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી તેમજ ધરમપુર નગરપાલિકાની પેટા ચૂંટણી-૨૦૨૧ માટે તા.૨૮/૨/૨૦૨૧ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ-૧૯નું સંક્રમણ રોકવા વિશેષ તકેદારી માટે તમામ મતદાન મથકોનું સેનેટાઇઝેશન કરવામાં આવ્‍યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top