અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ ખરાખરીનો જંગ (War) ચાલી રહ્યો છે. ભાજપ (BJP) દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ઘણા ખરા કોંગ્રેસના (Congress) આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે, પરંતુ કોંગ્રેસ કાર્યકરોના ભોગે ગમે તેવા મોટા માથાને ટિકિટ નહીં આપે, તેવું પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પણ બીજી યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં બીજી યાદી પણ જાહેર થશે. ભાજપ દ્વારા પહેલી યાદી જાહેર કરતા પહેલા સિનિયર અને ટિકિટ કપાયેલા ઉમેદવારો પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે. યાદી જાહેર કરતા પહેલા દિલ્હીમાં બેઠકોનો દોર કરવો પડ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ચૂંટણી લડનારનું ખાતું ભાજપના જ કાર્યકરો નહીં ખોલવા દે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોના ભાજપ શું હાલ કરે છે, તે જોજો. ભાજપમાં જે લોકોની ટિકિટ કપાય છે, અને તે તે લોકોને કોંગ્રેસમાં આવે તો પણ કોગ્રેસ ટિકિટ નહીં આપે.