અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના દાવ-પેજ ગોઠવવામાં લાગી છે. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસના (Congress) સિનિયર આગેવાન ભરતસિંહ સોલંકીના ગઠબંધનના નિવેદનને લઈ કોંગ્રેસમાં જ આંતરિક રાજનીતિ ગરમાઈ છે.
ગઠબંધન કરવાનો અધિકાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ સિવાય કોઈનો નથી તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજોય કુમારે જણાવ્યું હતું. રાષ્ટ્રીય પ્રવક્તા અજોય કુમારે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં આપ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે, આપ ભ્રષ્ટાચારીઓની પાર્ટી છે. આપ ગુજરાતમાં ખોટા વાયદાઓ આપી રહી છે, તેવું પણ તેમણે કહ્યું હતું.