ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ દ્વ્રારા 13 જિલ્લા – સિટી પ્રમુખોની નિમણૂક કરી દેવાઈ છે. જેમાં છોટા ઉદેપુર જિ.ના પ્રમુખ પદે ઉમેશ શાહ, પોરંબદર શહેરના પ્રમુખ તરીકે અતુલ કારિયા, મોરબી જિ.માં જયંતિલાલ પટેલ, પાટણમાં શંકરજી ઠાકોર, આણંદમાં તરીકે મહેન્દ્રસિંહ પરમાર, ડાંગમાં મોતીભાઈ ચૌધરી, દ્વ્રારકામાં મોહમ્મદ યાસીન ગજ્જન, જામનગર સિટીમાં વીરેન્દ્રસિંહ જાડેજા, જુનાગઢ સિટીમાં અમીત પટેલ , ખેડામાં રાજેશ ઝાલા, નડિયાદ સિટીમાં હાર્દિક ભટ્ટ, પોરબંદર જિ.માં નાથાભાઈ ઓડેદરા અને દાહોદમાં હર્ષદ નીનામાની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત આજે અમદાવાદમાં યોજાયેલા એક સમારંભમાં રેલીમાં ગુજરાત કોંગ્રેસના યુવા મોરચાના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. આ સમાંરભમા રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવી, શકિત્તસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા તથા અમીત ચાવડા સહિતના સીનીયર આગેવાનો ઉપસ્થિત રહયા હતા. શ્રીનીવાસ બીવીએ કહ્યું હતું કે વિશ્વનાથ વાઘેલા ગુજરાતમાં યુવાઓને કોંગ્રેસ સાથે જોડવા માટે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવશે.