વડોદરા: વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. વર્ષો બાદ આ સહકારી ક્ષેત્રમાં બદલાવ આવ્યો છે. છેલ્લી 3 ટર્મથી ચેરમેન તરીકે ચૂંટાતા અતુલ પટેલનો અસ્ત થયો હતો અને નવા ચેરમેન તરીકે સાવલી APMCના ડિરેક્ટર રાજુ પટેલ ઉર્ફે રાજુ ખાખરીયાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા સહકારી બેંકો અને સહકારી મંડળીઓને ધિરાણ આપવામાં આવતું હોય છે. ભાજપની સ્પષ્ટ બહુમતી વાળી બેંકના ત્રણ ટર્મથી ચૂંટાતા ચેરમેન અતુલ પટેલ અને વાઇસ ચેરમેન અજીત પટેલની આ વખતની પાંચ વર્ષની ટર્મમાંથી અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
ભાજપે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ચાલુ કરી હોવાથી આજે પ્રદેશના પ્રતિનિધિ તરીકે ભાજપાના સહકારી સેલના બિપિન ગોતાએ મેન્ડેટ આપ્યો હતો. અને બંને જુના હોદ્દેદારોની જગ્યાએ નવા હોદ્દેદારોના નામો જાહેર થયા હતા. જેમાં પ્રમુખ પદે સાવલી એપીએમસીના ડિરેક્ટર રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ ખાખરીયા અને વાઇસ ચેરમેન તરીકે બોડેલી એપીએમસીના ડિરેક્ટર શિવરાજસિંહ ઉર્ફે શિવ મહારાઉલજીના નામ મુકાયા હતા આમ, બરોડા સેન્ટ્રલ બેન્કને મોટી ખોટમાંથી બહાર લાવી નફો કરતી સંસ્થા કરવાનો શ્રેય મેળવનાર બંને હોદ્દેદારો બદલાતા સહકારી ક્ષેત્રે ચક્ચાર મચી જવા પામી છે. નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને સભાસદો તેમજ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
અતુલ પટેલને સુગર નડી?
બરોડા ડીસ્ટ્રીકટ કો. ઓ. બેંક માં છેલ્લી 3 ટર્મથી એક હથ્થું શાસન કરી પોતાની જાગીર સમજનાર અતુલ અંત આવ્યો હતો. જો કે સેન્સ લેતી વખતે ગોરધન ઝડફિયાએ જ તેઓને સંકેત આપ્યા જ હતા અને તેઓએ એક તબક્કે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી હતી પરંતુ દિલ્હીથી ફોન આવ્યા બાદ તેઓ પાણીમાં બેસી ગયા હતા. ચર્ચા છે કે અતુલ પટેલને 3 વાતો નડી હતી. સુગરને બેઠી કરવા જરૂરી 6 કરોડ અતુલ પટેલે બેન્કમાંથી આપવાની ના પડી હતી અને તેના કારણે સુગર ડૂબી હતી જે બાબત નિશાળિયાએ ધ્યાનમાં રાખો હોવાની ચર્ચા છે.
તોઅતુલઃ પટેલની ચેમ્બરમાં બેન્કના મહિલા ડિરેક્ટર ભરતી ભણવાડિયાની સતત હાજરી નોંધાતી હતી. અને ભરતી મામા, જીબી અને નિશાળિયા વિરુદ્ધ સતત પત્રો લખતા હતા જે બાબત પણ ચર્ચામાં છે. ઉપરાંત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની રાજુ ખાખરીયા માટેની ભલામણને સાંસદ રંજનબહેન ભટ્ટની સમર્થન મળ્યું અને તેઓની નિમણુંક થઇ. ટૂંકમાં જિલ્લા ભાજપામાં નિશાળિયાનો દબદબો રહ્યો હતો.