નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે (Indian Election Commission) મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યો માટેની ચૂંટણીનું (Election) ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશ (MadhyaPradesh), રાજસ્થાન(Rajashthan) , છત્તીસગઢ(ChattishGadh) , તેલંગાણા (Telangana) અને મિઝોરમમાં (Mizoram) વિધાનસભા ચૂંટણીની (Assembly Election) તારીખોની જાહેરાત (Shedule) કરી છે.
મિઝોરમમાં સૌથી પહેલા 7 નવેમ્બરે મતદાન થશે. ત્યાર બાદ મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે, જ્યારે રાજસ્થાનમાં 23મી નવેમ્બરે અને તેલંગાણામાં 30મી નવેમ્બરે મતદાન થશે.
તમામ 5 રાજ્યોના પરિણામ એક સાથે એક જ દિવસે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં હાલમાં ભાજપ સત્તા પર છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.
પાંચ રાજ્યોમાં 16.14 કરોડ મતદારો મતદાન કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં કુલ 16.14 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 8.2 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પહેલીવાર મતદાન કરશે. 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. 15.39 લાખ મતદારો એવા છે કે જેઓ 18 વર્ષ પૂર્ણ કરવાના છે અને જેમની એડવાન્સ અરજીઓ આવી છે.
મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગાણામાં 3.17 કરોડ, છત્તીસગઢમાં 2.03 કરોડ અને મિઝોરમમાં સૌથી ઓછા 8.52 લાખ મતદારો છે. નોંધનીય છે કે 5 રાજ્યોમાં 679 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુને કહ્યું, ભાજપના વિદાયનું રણશિંગૂ ફૂંકાઈ ગયું છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપ અને તેના સહયોગીઓની વિદાયની પણ જાહેરાત થઈ ગઈ છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત રીતે લોકો સુધી પહોંચશે. લોકકલ્યાણ, સામાજિક ન્યાય અને પ્રગતિશીલ વિકાસ એ કોંગ્રેસ પાર્ટીની ગેરંટી છે.