ઈલેકશનની તૈયારી શરૂ: મોદી-યોગીની પ્રિન્ટવાળી 50 હજાર સાડીનો ઓર્ડર સુરતના વેપારીને મળ્યો

સુરત(Surat): ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું (Election) બ્યુગલ વાગી ગયું છે ત્યારે, દરેક રાજકીય પાર્ટી પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે. યુપીમાં ભાજપ (BJP) સાથે સંકળાયેલા વેપારીએ સુરતના વેપારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી વાળી 50,000 સાડીઓનો ઓર્ડર આપ્યો છે. એક અંદાજ પ્રમાણે આ વખતે 5 રાજ્યોમાં ચૂંટણી હોવાથી ભાજપ, કોંગ્રેસ અને નાના રાજકીય પક્ષોએ સાડી, દુપટ્ટા અને ખેસ માટે ઇન્કવાયરીઓ શરૂ કરી છે.

  • ‘જે રામને લાવ્યા, તેને અમે લાવીશું, ઉત્તર પ્રદેશમાં ફરી ભગવો લેહરાવીશું’ એવુ સૂત્ર પણ લખવામાં આવ્યું
  • સાડીના સેમ્પલ આજે જાપાન માર્કેટમાં રજૂ કરવામાં આવ્યા
  • સાડીના પલ્લુંમાં યોગી અને મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવવામાં આવ્યો

સુરતમાં યુપીની ચૂંટણી માટે કેટલોગ સાથેની બોક્સ પેકિંગ ડિજિટલ સાડી, દુપટ્ટા, ઝંડા સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે કેટલોગ અને બોક્સ પર વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ફોટા સાથે એક સ્લોગન પણ લખવામાં આવ્યું છે. આ સાડીના સેમ્પલ આજે જાપાન માર્કેટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ જણાવ્યું હતું કે, સુરતથી ઉત્તર પ્રદેશમાં મોટી માત્રામાં સાડીઓ અને ડ્રેસ મટિરિયલ જાય છે. આ સાડીઓ અને ડ્રેસ સાથે મોડેલિંગ ફોટા અને બોક્સ પેકિંગ રહે છે. કેટલોગ પર મોદી અને યોગીના ફોટા સાથે ‘જે રામને લાવ્યા, તેને અમે લાવીશું, ઉત્તર પ્રદેશમાં ફરી ભગવો લેહરાવીશું’ એવું સૂત્ર લખવામાં આવ્યું છે. સાડીના પલ્લુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને સુરતમાંથી થ્રી-ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે. પ્રથમ 1000 સાડી ગરીબ મહિલાઓને વિના મૂલ્યે આપવામાં આવશે.

Most Popular

To Top