Charchapatra

વૃદ્ધ માતાપિતાની સામાજિક સમસ્યા

આપણા ભારત દેશમાં આપણી હિંદુ સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:ની આદર્શ ભાવના અનેક દાયકાઓથી પ્રચલિત થયેલી છે. આપણે જયારે શાળામાં અભ્યાસ કરતાં ત્યારે શ્રવણ અને આંધળા માતા-પિતાની વાર્તા આપણે સાંભળી હતી. વિદ્યાર્થીઓને માતા-પિતાની સેવા કરવાના પાઠ શીખવવામાં આવતા હતા.

અને હાલ પણ શીખવતા હશે એવું આપણે માની લઇએ હાલના સમયમાં આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. માતા-પિતા બાળકને નાનાથી મોટાં કરે છે અને તે જ બાળક મોટો થઈને ઘરડાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. શા માટે? માબાપ પોતાના બન્ને દિકરા કે દિકરીને સમાન રાખી ઉછેર કરે :s જયારે તેઓ ઘરડાં થાય છે પછી શું?

પછી માતાપિતાના વારા? થોડા સમય એક દિકરાને ત્યાં અને થોડો સમય બીજાને ત્યાં અથવા તો આપણે જોતા જ હશે. કે વૃદ્ધ માતા-પિતા અલગ અલગ રહે ચે. જેથી તેઓ મનમાં મુંઝાતા હોય છે. વૃદ્ધા અવસ્થામાં જયારે પોતાના સંતાનોની જરૂરો હોય ત્યારે તેઓ દૂર હોય છે. દોસ્તો માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. આપણે શ્રવણ જેવા બનવાના પ્રયત્નો તોચોક્કસ કરીશું તો વૃદ્ધાશ્રમની પણ શું જરૂર? તમારા મનમાં એક વખત વિચાર કરવો.

અમરોલી – આરતી  જે. પટેલ – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top