SURAT

ઈન્ટરવ્યુ માટે ઓફિસે બોલાવી સુરતના વૃદ્ધ જમીન દલાલે યુવાન પરિણીતાને કીસ કરી દીધી અને..

સુરત : હનીપાર્ક રોડ પર રહેતી મહિલાને પાર્લેપોઈન્ટ ખાતે આવેલી ઓફિસમાં જમીન દલાલે નોકરીના ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. મહિલા સાથે વાતચીત દરમિયાન પેન્ટ ખોલી નાખી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જો કોઈને જાણ કરશે તો ક્યાંય પણ નોકરી નહી મળે તેવી ધમકી આપી હતી. મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • પાર્લે પોઈન્ટ ઉપર ઇન્ટરવ્યુ માટે બોલાવી મહિલા સાથે ઓફિસમાં વૃદ્ધ જમીન દલાલનું દુષ્કર્મ
  • 62 વર્ષનો વૃદ્ધ જમીન દલાલ મહિલાની બાજુની ચેર ઉપર આવી અડપલા કરવા લાગ્યો અને પેન્ટ ખોલી નાખ્યું હતું

ઇન્ડોર સ્ટેડિયમ પાસે આંગન વિશાલા એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષીય ભરતભાઈ રતનચંદ શાહ પાર્લે પોઈન્ટ ખાતે ડી.ખુશાલ જ્વેલર્સની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં વર્ધમાન રિયલ એસ્ટેટના નામે ઓફિસ ધરાવે છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુધ્ધ અડાજણ હનીપાર્ક રોડ ઉપર રહેતી 38 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિના મોટા ભાઈના લગ્ન થયા નહીં હોવાથી સમાજમાં અને પડોશમાં સારૂ નહીં લાગતા મહિલા હાલ તેની માતા અને દિકરી સાથે રહે છે.

મહિલાને નોકરીની જરૂર હોવાથી તેણે અઠવાડિયા પહેલા તેની બહેનપણીને વાત કરી હતી. તેણે પાર્લે પોઈન્ટ ખાતે ઓફિસ ધરાવતા જમીન દલાલને ત્યાં રિસેપ્સનીસ્ટની વાત કરી હતી. સોમવારે મહિલાએ ભરતભાઈના વોટ્સએપ નંબર ઉપર હાઈ મેસેજ કરતા બંને વચ્ચે વાતચીત થઈ હતી.

ઓફિસ ઇન્ટરવ્યુ માટે મેસેજ કરતા ભરતભાઈએ સાંજે બોલાવી હતી. ઓફિસમાં ભરતભાઈ એકલા હતા. મહિલા તેમની સામે ચેર ઉપર બેસી હતી. બાદમાં વાત કરતા કરતા ભરતભાઈ ઉભા થઈને મહિલાની બાજુની ચેરમાં આવીને બેસી ગયા હતા. અને વાત કરતા કરતા મહિલાના શરીરે ટચ કરવા લાગ્યા હતા.

મહિલાને તારે જોબ જોઈએ છે તો હું કહું તેમ કરવુ પડશે તેમ કહીને 500 રૂપિયા પર્સમાં મુકી દીધા હતા. અને કોઈને કહીશ તો જોબ મળશે નહીં તેમ કહી બળજબરી કીસ કરી હતી. અને બાદમાં મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યું હતું. ગભરાઈ ગયેલી મહિલા રડવા લાગતા ભરત શાહે તું જો કોઈને કહીશ તો ક્યાય પણ નોકરી મળશે નહીં તેવી ધમકી આપી હતી. ઘરે જઈને મહિલાએ માતા-પિતાને વાત કરી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૃદ્ધ જમીન દલાલની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top