Editorial

એકનાથ શિંદે એન્ડ કંપનીને અઢી વર્ષ સુધી હિન્દુત્વ કેમ યાદ નહીં આવ્યું?

બાળા સાહેબ કોના? શિવ સૈનિકોના, ઉદ્વવના, કે પછી બળવાખોરો નાં? આ વાત અત્યારે એટલા માટે કહેવી પડે છે કે અઢી વર્ષ પછી અચાનક એકનાથ શિંદે એન્ડ કંપનીને હિન્દુત્વ ની યાદ આવી ગઈ છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે  સરકાર સામે જંગે ચડેલા એકનાથ શિંદેએ ગુવાહાટી એરપોર્ટ ઉપર પત્રકારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતે કોઈ પક્ષમાં જોડાવાના નથી, શિવસેના છોડવાનો કોઈ સવાલ નથી. આ માત્ર હિન્દુત્વની લડાઈ છે અને શિવ સેના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ જે હિન્દુત્વ શીખવ્યું હતું તેના માટે આ લડત ચલાવી રહ્યા છે. પોતાને 40 જેટલા ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કરતા, સુરતથી ગુવાહાટી પહોંચેલા શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે પોતે કે બળવો કરનારા કોઈ સભ્યોએ શિવ સેના છોડી નથી.

પોતે કોઈ પક્ષમાં જોડવાની તૈયારી નથી કરી રહ્યા. અમારી માંગ એટલી જ છે કે ઠાકરે પણ હિન્દુત્વ તરફ પરત ફરે અને અગાઉ ભાજપ અને સેનાની કે યુતિ હતી તેમાં આવે. આ નિવેદનોનો સંકેત સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને છોડી ભાજપ સાથે પરત ફરે તો જ ઉદ્ધવ ઠાકરે સરકાર બચી શકે છે. સોમવારે સુરત ખાતે શિંદે રોકાયેલા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેના બે દૂતને પણ આવો જ જવાબ મળ્યો હતો. બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા. ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો. આ લગભગ એક કલાક ચાલી હતી.

શિવસેના ચલાવવા માટે હું લાયક નહીં હોઈશ તો બાળાસાહેબનો ફોટો હટાવો, ભૂલી જાઓ કે હું બાળાસાહેબનો પુત્ર છું. શિવસેના ચલાવવા માટે તમે સક્ષમ છો. હિંમત હોય તો બાળાસાહેબ ઠાકરેનૂ નામ અને તેમનો ફોટો લીધાવગર શિવસેના ચલાવી બતાઓ, એવા શબ્દોમાં શિવસેના પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને સણસણતો તેમજ છેલ્લા અઢી વર્ષ ની તમામ ઉપલબ્ધિ ગણાવતા ભાવનાત્મક અપીલ કરી હતી. આ પહેલા બાળાસાહેબ વિઠ્ઠલ હતા અને અમે પુજારી (બડવા) હતા. હવે હું વિઠ્ઠલ છું અને આદિત્ય પુજારી (બડવા) છે, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધન માં આગળ ઉમેર્યુ હતું.

કોવિડ થવાના કારણે મુખ્યમંત્રી અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી. ઉદ્ધવ ઠાકરેએ આ ભાજપનૂ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે ભાજપ સાથે જવા માટે દબાણ હતું. ઉદ્ધવે શું કે મારો વર્ષા છોડવાનો અર્થ છે કે મેં મોહનો ત્યાગ કર્યો છે હિંમત અને દ્રઢતા છોડી નથી. મેં આ પદ ઉપર જવાનું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. મેં આ પદનો મોહ ક્યારેય રાખ્યો ના હતો. જો કોઈ મને સ્વપ્નમાં પણ પૂછે કે તે વર્ષા જોઈએ છે કે માતોશ્રી, તો મારો માતોશ્રી આજ જવાબ રહેશે. જ્યારે મેં ગરદનની સર્જરી કરાવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મને કહ્યું કે મેં ખૂબ બહાદુરીનું કામ કર્યું છે. તે સમયે મે કહ્યૂ હતું કે હિંમત મારા લોહીમાં છે.  પ્રથમ ઓપરેશનના થોડા દિવસો પછી મને સારૃં લાગતું હતું. પરંતુ એક દિવસ જાગ્યા પછી, મેં જોયું કે મારા શરીરના કેટલાક હિસ્સા હલતા નથી.

ત્યારબાદ બીજું ઓપરેશન થયું. વિરોધીઓએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.  કેટલાક ધારાસભ્યોએ કહ્યું હતંર કે તેમની ટિકિટ કપાશે તો પણ તેઓ જશે નહીં. પરંતુ જો તેઓ હવે ગયા છે, તો તેમને જવા દો. ઘણા લોકોએ ભંડોળના અભાવ અંગે ફરિયાદ કરી હતી. હું તમામ સ્તરે ભંડોળની ફાળવણી પર કામ કરતો આવ્યો છું. શિવસેનામાં બળવો થયા બાદ શિવસેના બે વખત સત્તામાં આવી અને બંને સમયે મેં તેમને મહત્વના હોદ્દા આપ્યા  –  તમને જોઈએ એટલા ધારાસભ્યો લઈ  જાઓ. પરંતુ જ્યાં સુધી બાળાસાહેબએ જે છોડ વાવ્યા છે મૂળિયા છે ત્યાં સુધી શિવસેના ખતમ નહીં થાય.

Most Popular

To Top