ભરૂચ: હાલમાં મુંબઈના (Mumbai) વાનખેડે (Wankhede Stadium) સ્ટેડિયમમાં હાલ ભારત-ન્યૂઝીલેન્ડની (India New Zealand) બીજી ટેસ્ટ મેચ (Test Match) રમાઈ રહી છે, જેમાં મૂળ ભરૂચના (Bharuch) કંથારિયાનો અને હાલ ન્યૂઝીલેન્ડ રહેતા લેફ્ટ આર્મ સ્પિનર (Left Arm Spinner) એજાઝ પટેલે (Ejaj Patel) પ્રથમ ઇનિંગમાં ભારતની તમામ 10 વિકેટ ખેરવી ઈતિહાસ સર્જ્યો છે. એજાઝ પટેલે આ સિદ્ધિ હાંસલ કરતા જ તેના મૂળવતન કંથારિયા ગામમાં ભારે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
ન્યુઝીલેન્ડનો ક્રિકેટર એજાઝ પટેલ મૂળ તો ભરૂચ જિલ્લાનો હોવાથી તેમના ફેમિલી બ્રેકગ્રાઉન્ડ પર એક નજર નાંખીએ તો તેઓનું કાપડીયા પરિવાર સુખી સપન્ન પરિવારના હતા. એજાઝ પટેલના મોસાળના નાના મોહમ્મદ મુસા કાપડિયાએ જણાવ્યું કે, તેઓ એજાઝના આ પરાક્રમથી ખુશ છે. એજાઝે જે હાંસલ કર્યું છે તેનાથી અમે બધા ખુશ છીએ. તેણે ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ન્યુઝીલેન્ડ ગયા પછી એજાઝ તેના કાકા સઈદ પટેલ સાથે રમતા હતા. જેઓ ત્યાંની સ્થાનિક ક્રિકેટ લીગમાં કોચ તરીકે કામ કરે છે. કાપડિયા, જેઓ ભરૂચના છે, તેઓ ન્યુઝીલેન્ડના કાયમી નિવાસી પણ છે. કોવિડ પ્રતિબંધને કારણે તેઓ છેલ્લા એક વર્ષથી ભરૂચમાં રહે છે. પરિવારના દરેક સભ્યને એજાઝ પર ગર્વ છે.
એજાઝના પિતા યુનુસ પટેલ મૂળ તો, મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ સેલ્સ અને સર્વિસનો બિઝનેસ ચલાવતા હતા. તેઓ 1996માં ન્યુઝીલેન્ડ ગયા હતા. યુનુસ હવે ઓકલેન્ડમાં ટાયરનો બિઝનેસ કરે છે. એજાઝ તેની રમતને સંપૂર્ણ બનાવવા માટે ખરેખર સખત પ્રેક્ટિસ કરે છે. તેની બે નાની બહેનો છે, એજાઝ પટેલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૯૮૮માં મુંબઈમાં થયો હતો. તે જ્યારે આઠ વર્ષની ઉંમરનો હતો ત્યારે ૧૯૯૬માં તેનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં શિફ્ટ થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવનાર એજાઝના પિતા રેફ્રિઝરેશન વ્યવસાયથી જોડાયેલા હતા. એજાઝની માતા શહનાઝ પટેલ એક સ્કૂલ ટીચર હતા. તેના પિતા ધંધાના કારણે મુંબઈથી ન્યૂઝીલેન્ડ જઈને વસ્યાં હતા.
ન્યૂઝીલેન્ડની માઉન્ટ મેરી સ્કૂલમાં એજાઝે અભ્યાસ કર્યો અને એવોંડેલ કોલેજથી ડીગ્રી હાંસલ કરી. તેની પત્નીનું નામ નીલોફર પટેલ છે. એજાઝ પટેલ દુનિયાનો એકમાત્ર એવો બોલર છે, જેણે વિરોધી ટીમની પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવી છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે જેવા મહાન બોલરની જેમ પણ 10-10 વિકેટ ખેરવીને બરાબરી કરી છે. પરંતુ તેણે ટેસ્ટ મેચના પાંચમા દિવસે અને બીજી ઈનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી. એજાઝે પ્રથમ ઈનિંગ્સ અને ટેસ્ટ મેચના બીજા દિવસે જ આ સિદ્ધિ હાંસલ કરી છે.