અગ્નિકાંડો, ચાલુ કામે પૂલો તૂટવા, લોકાપર્ણ થયેલ પૂલોમાં ગાબડા પડવા, દશ વર્ષમાં આવાશો ખખડી જવા, જમીન કૌભાંડ, ખાણખનીજ કૌભાંડ કેટલા ગણાવવા. પહેલા વરસાદે ભૂવા પડે તે પણ ટ્રકના પંડા અંદર ચાલી જાય ? ‘એને પણ મોટાઇ મારવાની ટેવ પડી ગઈ લાે છે? દારુ પકડાય છે તે પહેલા તેનો નાશ કરવામાં આવતો હવે થતો નથી ! કરોડોનું ડ્રગ્સ પકડાય છે એનું શું થાય છે ? આજે ભરતી કાંડ પર જ વ્યાખ્યાન આપવું છે.
પ્રથમ, પાંચ વર્ષની એડહોક ભરતી માટેનું આયોજન થયું. જેમાં ફકત પાંચ જ વર્ષની નોકરીી ગેરંટી પેન્સન પણ નહીં ! પાંચ વર્ષ પછી શું એ ચિંતામાં એ વ્યકિત કેવું કામ કરે ? ચૂંટાયેલ પ્રજાા સેવક અધધધ પગાર અનેક સુવિધાઓ અને પેન્સન પાંચ વર્ષમાં ખરું જ તેમ છતાં પાસ થયેલઉમેદવારને નિમણૂંક ન મળતા આંદોલન કરવું પડે ? હવે ઉંમરનો બાધ! બીજા ક્રમે પટાવાળાની ભરતી માટેની અરજીમાં ગ્રેજયુએટ, પોષ્ટ ગ્રેજયુએટ અને ડોકટરેટ ડીગ્રી એટલે કે PHD તજજ્ઞોએ ઉમેદવારી નોંધાવી ‘ફીરભી મેરા ભારત મહાન’.
અગ્નિપથ પરિક્ષામાં ભરતી માટેના અરજદારોને શારિરિક ટ્રેઇનીંગ આપી રહ્યા ત્યારે ચૂંટણીની આચાર સંહિતા લાગતા મુલતવી રાખવી પડી જ મુલતવીજ છે! ચોથા ક્રમે વાત કરીએ તો નીટ અને ટેટની પરિક્ષા માટે દૂર-દૂરથી આવે અને પેપર ફૂટવાનાં કાંડથી નિરાશ થઈ પાછા જાય. ઉમેદવારો વ્યથા અને સત્યનું કરવા જાય ત્યારે એમના પર અમાનવિય વ્યવહાર થાય, ખરેખર તો આને લગતા પ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપી ભૂલ સ્વીકારવી જોઇએ કેમકે તે પ્રથમ જવાબદારી એમની છે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું ટ્રાફિક તંત્ર પણ રીક્ષાવાળાઓને સુધારી નહીં શકે
કાયદો પાળવાનું બધાને ગમે જ છે, દરેક ચાર રસ્તે ગીધના ટોળાની જેમ શિકાર રૂપે મૂસાફરો પોતાની રીક્ષામાં બેસાડી દેવા માટે તેઓમાં પણ ભારે ભીડ જામે છે, રીક્ષાચાલકો પાસે યુનિફોર્મ નથી, બેચ નથી, બેફામ ગુન્હાઓનો રીક્ષામાં બને છે, પાકીટમાર, મોબાઈલ માર, સોના-ચાંદીના દાગીના કે મહિલાઓના પર્સ ક્યારે અને ક્યાંથી રીક્ષામાંથી સરકી જાય છે તે ખબર જ પડતી નથી અને રીક્ષા ગુન્હા કરવાનો હરતો-ફરતો અડ્ડો બની ગઈ છે.
કદી તમે રીક્ષાને ટોઇંગ થયેલ જોઈ છે? રીક્ષાના રંગરૂપ પણ યુનિફોર્મમાં નથી કોઈ રીક્ષા લીલી તો કોઈ પીળી?! પીયુસીનું તૂટ કોના લાભાર્થે ચલાવાય છે જોર કરે. બધુ લોલમ-લોલ અને પોલમ પોલમાં ખરા ગુન્હેગારો તો તેનો રસ્તો કરી જ લે છે તે રસ્તે કોઈ કાયદો-વ્યવસ્થા નથી હોતા, સામાન્ય જન માટે કાયદો-વ્યવસ્થા કડક રીતે કામ કરે છે તે આખુ સુરત અને ગુજરાતના જાગૃત સજાગ નાગરિકો જાણે છે, રીક્ષાના, કાગળીયા તપાસવા માડો તો હમણા યુનિયનો રીક્ષા હડતાળ જાહેર કરી દેશે. જ્યાં નરમને દબડાવાય અને ગરમને છોડી મૂકાય છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.