આણંદ : પેટલાદના અર્જુન ફળીયામાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખસને પોલીસે રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ તમામ શખસ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેટલાદ ટાઉન પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં નિકળી હતી તે દરમિયાન પેટલાદ અર્જુન ફળીયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખસ ટોળે વળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. આથી, પોલીસની ટીમે મધરાતે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસની ટીમે વિસ્તારને કોર્ડન કરી આઠ શખસને જુગાર રમતાં પકડી પાડ્યાં હતાં. તેમની પુછપરછ કરતાં તે લીયાકત ઉર્ફે એલ.કે. અમીન મલેક, મહંમદઅબરાર આરીફોદ્દીન મલેક, મુખ્તીયાર ઉર્ફે મુકુંદ હસન સૈયદ, મોઇનોદ્દીન રીયાજોદ્દીન શેખ, વસીમોદ્દીન ઉર્ફે કટો રફીયોદ્દીન શેખ, ઇકબાલ ઉર્ફે બેરો લાલમીયાં મલેક, મુઝફ્ફરઅલી મનવર સૈયદ, રજ્જાક ઉર્ફે મહેતા યાકુબ વ્હોરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.11,030નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કિંખલોડ વાંટા સીમમાં જુગાર રમતાં પાંચ ઝબ્બે
કિંખલોડ વાંટા સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખસને ભાદરણ પોલીસે પકડી પાડ્યાં હતાં. આ શખસોની પૂછપરછ કરતાં સંજય ઉર્ફે શનો રંગીતસિંહ પરમાર, ભરત રમણ પરમાર, કનુ ઉર્ફે કલો ફતેસિંહ પરમાર, રાજેન્દ્ર ગણપતસિંહ રાઉલજી, રામા રાવજી મકવાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ.6,340નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બામરોલીમાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયાં
નડિયાદ તાલુકાના બામરોલી ગામમાં આવેલ પ્રાથમિક શાળાની સામેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈને જુગાર રમતાં હોવાની બાતમી વસો પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બુધવારના રોજ મોડી સાંજના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી, પત્તાપાનાનો જુગાર રમતાં વિમલભાઈ રમણભાઈ પટેલ, નટુભાઈ શંકરભાઈ ચૌહાણ અને વિનુભાઈ દેસાઈભાઈ સોલંકીને કુલ રૂ.૧૦,૨૪૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં.