Gujarat

પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધી ભરવા પ્રયાસ કરાશે

અમદાવાદ : રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ ભરતી કરવા માટે તેમજ ત્રણ નવી એકેડમી ઉભી કરવા સરકારને સૂચન કર્યું હતું.

રાજ્ય પોલીસ દળમાં ભરતી અને બઢતી અંગે સરકાર તરફથી હાઇકોર્ટમાં માહિતી આપવામાં આવી હતી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3,800 થી વધુ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ભરતી કરાશે. જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવામાં આવશે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર તરફથી પ્રયાસ કરાશે.

બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં પોલીસ એકેડેમી વધારવાની જરૂર હોવાનું કહીને ત્રણ જેટલી નવી પોલીસ એકેડમી ઊભી કરવા સરકારને સૂચન કર્યું હતું, આ અંગે એક સપ્તાહમાં કાર્યવાહી કરી યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

આશારામને જોધપુર જેલમાં મળવા નારાયણ સાંઇને હાઇકોર્ટ મંજૂરી આપી
અમદાવાદ : દુષ્કર્મ કેસમાં સુરતની જેલમાં બંધ નારાયણ સાંઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક માટે મુલાકાતની મંજૂરી આપી છે. આ સાથે જેલમાં આસારામ અને પુત્ર નારાયણ વચ્ચે મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા આદેશ આપવામાં આવ્યો છે. નારાયણ સાંઈ તેની માતા કે બહેનને પણ મળી શકશે નહીં. ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઈને આપેલા જામીનના આદેશમાં નારાયણ સાંઈને સુરતથી જોધપુર જવા આવવાના ખર્ચ પેટેના રૂપિયા 5,00,000ની રકમ ડિપોઝિટ પેટે સુરતના સચીન પોલીસ મથકે જમા કરાવવા આદેશ કર્યો છે. જોધપુર જેલમાં પિતા આસારામ સાથેની મુલાકાત બાદ પરત આવ્યા પછીનો રિપોર્ટ હાઇકોર્ટમાં સબમિટ કરવા પણ જણાવાયું છે.

Most Popular

To Top