Charchapatra

કલમનું શિક્ષણ કલમ દ્વારા

ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતાં સૌથી મોટું લેખિત બંધારણ છે એ વાતનો ગર્વ છે. પણ બંધારણ – એક એવો શબ્દ કે જેને સમજવા પરિશ્રમ કરવા જેવી બાબત છે. બાળકને ૧૮ વર્ષની ઉંમરે મતથી લઈને પોતાના વટની સત્તા લોકશાહી દેશ અને બંધારણના પ્રતાપે છે. હવે તો ધો. ૧૨ માં અભ્યાસ કરતાં બાળકોની પણ શાળા કક્ષાએ જ મતદારયાદીમાં નોંધણી કરવાની અને ચૂંટણી કાર્ડ આપવાની વ્યવસ્થા સરકારે કરી લીધી છે. બાળકને ૧૮ વર્ષની ઉંમરે તેના અધિકાર, સ્વતંત્રતા અને સાથે જરૂરી દસતાવેજો તો પ્રાપ્ત થઈ જાય છે પણ એનો સાચા અર્થમાં દેશના કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે ખરો ઉપયોગ કરવાની સમજણ મેળવતા જિંદગી નીકળી જાય છે.

વાસ્તવિકતા જોઇએ અઢાર વર્ષની ઉંમરે આજે અઢાર સામાન્ય કાયદાઓનો ખ્યાલ પણ હોતો નથી. કાયદાકીય કલમોની જટિલતાને બાળકના અભ્યાસક્રમમાં સરળ રીતે શામેલ કરવામાં આવે અને તેની એટલી સમજ તો આપવી જોઈએ કે મતની સાથે વટથી સત્ય સામે કાયદાકીય લડી શકે. જીવનમાં જે અત્યંત જરૂરી છે એ માપદંડો આધીન કેળવણી જ ૧૨ વર્ષના શિક્ષણનો અરીસો છે. જેમાં માત્ર અને માટે ફરજો, કર્તવ્યો, શિષ્ટાચાર, ન્યાય, એકતા, બંધુત્વનાં જ દર્શન થશે! નવી શિક્ષણ નીતિ મુજબ આવનાર નવા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ માધ્યમો, ધોરણોમાં અંદાજિત ૨૦ જેટલાં પાઠ્યપુસ્તકો બદલવાની જાહેરાત કરવામાં આવી છે. તો શું ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ આ દિશામાં પણ કામ કરશે?
વેસ્મા    – શાહીદ જી. કુરેશી

Most Popular

To Top