SURAT

સ્ટુડન્ટ્સને મનપસંદ સ્વેટર પહેરતા સ્કૂલ નહીં રોકે, શિક્ષણ મંત્રીની સ્પષ્ટ સૂચના

સુરત: ગુજરાતમાં શિયાળાની ઠંડી દિવસે દિવસે વધતી જાય છે. બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ ખાનગી શાળાઓ તેમના દ્વારા નિર્ધારિત ચોક્કસ રંગના અથવા ડિઝાઇનના સ્વેટર પહેરવાનું કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહીં તેવી સૂચના આપી છે.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વાલીઓ તેમના બાળકોને ઠંડીથી સુરક્ષિત રાખવા માટે જુદી જુદી ગુણવત્તાના સ્વેટર, ટોપી, મોજા વગેરે પહેરાવી શકે છે. શાળાઓએ આ બાબતમાં કોઈ પણ પ્રકારનું રોકટોક ન કરવું જોઈએ. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ મુદ્દે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે કોઈ પણ શાળા નબળા ગુણવત્તાના સ્વેટર અથવા ચોક્કસ રંગના સ્વેટર પહેરવા માટે દબાણ કરશે તો તે શાળાઓની ખેર નથી.

જો એવી કોઈ ઘટના થાય તો વાલીઓ તાત્કાલિક તેમની ફરિયાદ જિલ્લાની શિક્ષણાધિકારી કચેરીમાં કરી શકે છે. શિક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે કે જો કોઈ શાળા આ નિયમનો ભંગ કરશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે. શાળાઓએ આ બાબતે બાળકો અને વાલીઓની પરિસ્થિતિને સમજવી જોઈએ અને ઠંડીમાં બાળકોના આરોગ્ય સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ.

Most Popular

To Top