Gujarat

જો અધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ મેળવવો હોય તો આટલું કરવું પડશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગર: રાજ્યમાં હાલ કેટલાક સમયથી અધ્યાપકોના (Professor) પડતર પ્રશ્નોને લઈને માંગો ઉઠી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) અધ્યાપકો માટે મોટી જાહેરાત કરી છે. તારીખ 1-1-2006થી યુનિવર્સિટીના શિક્ષકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા, તેને ફરી પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. આના કારણે 3 હજારથી વધુ અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ (CAS)નો લાભ મળશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના આ જાહેરાતથી રાજ્યના 3500 અધ્યાપકોને સીએએસનો લાભ મળશે. તેમજ કોલેજ અને યુનિવર્સિટીના કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે સીએએસ અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1-1-2023 પછી જે અધ્યાપકોને સીએએસ હેઠળ પ્રમોશન મળશે તેમણે CCC+ અને હિન્દી-ગુજરાતી પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે. જો કે સીએએસની પરીક્ષા અને હીંદીની પરીક્ષાના નિર્ણયને દૂર કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વધુમાં કહ્યું હતું કે રાજ્યના વિવિધ અધ્યાપકોમંડળની રજુઆતને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યના નિવૃત અધ્યાપકો તથા કાર્યરત અધ્યાપકોના આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સાતમાં પગાર પંચનો લાભ મેળવવા માટે અધ્યાપકોએ સીસીસી તથા હિન્દી-ગુજરાતીની પરીક્ષા ફરજિયાક પાસ કરવાની રહેશે. 31-12-2022 સુધી  કેરીયર સીએએસનો લાભ મેળવવા માટે સી.સી.સી.+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવામાં આવી છે અને જે પ્રાધ્યાપકોને તા.1-1-2023 કે ત્યારબાદ સીએએસ મેળવવાના થશે તેઓને જ સી.સી.સી+ તથા હિન્દી /ગુજરાતીની પરીક્ષા આપવાની રહેશે.

આ ઉપરાંત ગાંધીનગર ખાતે મળેલી કેબેનિટ બેઠકમાં જીતુ વાઘાણીએ ખેડૂતો માટે પણ કેટલાક મહત્વનો નિર્ણય જાહેર કર્યા હતા. આ સિવાય ઉનાળામાં નાગરિકોને પીવાનું પાણી મળી રહે, તેમજ મૂંગા પશુઓને ઘાસચારો મળી રહી અને સિંચાઈ માટે ખેેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વાઘાણી કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બ્રહ્માણી-2માં પાણી ઘટી જતા નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડી જળાશયને પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે તેથી ગ્રામજનોને પૂરતું પાણી મળી રહે.

વધુમાં જીતુ વાઘાણી કહ્યું હતું કે ખેડૂતો માટે પણ સરાકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ડુંગરીના ઉત્પાદના કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ.2ની સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ પણ વધારાનો બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીએ 500 કરોડના રિવોલ્વીંગ ફંડ આ ઉપરાંત વધારાનું 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનુ નક્કી કર્યું છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે.

Most Popular

To Top