Charchapatra

ભણતર વધ્યું પણ નોકરી ક્યાં છે ?

આજે દેશભરમાં શિક્ષિત યુવાનોની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાથે બેરોજગારીની ટકાવારી પણ ઘણીજ વધતી જાય છે. જે દરેક સમાજને લાગુ પડે છે. દેશના સબળ પક્ષ પાસે બેરોજગારીના પ્રશ્ન પરત્વે પ્લાન નહિ હોવાથી આવી પરિસ્થિતીનું નિર્માળ શક્ય બન્યું છે. ભારતના અર્થતંત્રની સ્થિતી બિસ્માર હોવાથી બેરોજગારીની હાલત તેનાથી પણ કંગાળ છે. સારૂ એવું શિક્ષણ હાંસલ કર્યા બાદ પણ લાગવગ અને રૂશ્વંતઓ રીતે આધારે નહિ કે મેળવેલ શિક્ષણને આધારે આજીવિકા જેવી પણ મળે તે પ્રકારની નોકરી કરવી પડે છે, તે પણ વેતનના પ્રમાણમાં  સખત કામ કરે શકતા હોય તો જ રોજગારીનું સ્વપ્ન જોઈ શકાય છે.

આજકાલ પરીસ્થિતી એટલી બધી કણસી ગયેલ છે કે સારો એવો અભ્યાસ કરેલના પ્રમાણમાં રોજગારી મેળવવા ગંભીર સમસ્યાનો સામનો જીવનમાં કરવો પડે છે. કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ માટે તેવી રોજગારી નામરજીએ પણ સ્વિકારવી પડે છે. આમ જોતા આજકાલ વિદ્યાપ્રવૃત્તિઓ અને યુનિર્વસિટી પરની શ્રધ્ધા ઓસરવા લાગી છે;કારણકે સારો એવો ખર્ચ અભ્યાસ અંગે કર્યા પછી પણ મેળવેલ અભ્યાસ અને કુશળતાને આધારે નહિ પણ તેના કરતા અલગ પ્રકારની નોકરી મળતી હોય છે. બેરોજગારીનો પ્રશ્ન આજે ઉધઈ સમાજ છે. આમ આજકાલ યુવાનોને રોજગારી મેળવવા માટે તનાવનો સામનો કરવો પડતો હોય છે.
સુરત- ભૂપેન્દ્ર સી. મારફતિયા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટપાલ ખાતાની નબળી સેવા
ટપાલ ખાતાની એક વખતની સેવા તેની ચોક્કસતા, નિયમીતતા તેમજ ઝડપી વિતરણ માટે વખણાતી હતી. પરંતુ હવે તેની અનિયમીત વિતરણ સેવા માટે બદનામ થઈ ગઈ છે. 20-25 વર્ષ અગાઉ દિવસમાં બે વખત ટપાલ વિતરણ તેમજ એક્સપ્રેસ ડિલીવરીની વ્યવસ્થા હતી. સ્પીડ પોસ્ટથી મોકલેલ ટપાલ ગુજરાતમાં બીજા દિવસે પહોંચવી જોઈએ. તેના બદલે 4 દિવસે પહોંચે છે. રજીસ્ટર્ડ પોસ્ટ અને સ્પીડ પોસ્ટ વચ્ચે ખાસ ફેર પડતો નથી. આ ઝડપી અને વિજ્ઞાન યુગમાં ટપાલ ખાતું સુધારો કરવાના બદલે મંદ ગતિએ ચાલે છે.

લવાજમ ભરેલા અનેક અંકો ટપાલમાં મળતા નથી. ટપાલ ખાતાને ફરીઆદ કરીએ તો તેનું કાંઈ નિવારણ થતુ નથી. શહેરોમાં નવી સોસાયટીઓ, વેપારી સંકુલો, શાળા-કોલેજોમાં સતત વધારો થતો રહ્યો છે. ટપાલ સેવા ત્યાં સુધી પહોંચતી નથી. ટપાલ ખાતામાં વર્ષોથી નવી ભરતી થઈ નથી. આ સંજોગોમાં ખાનગી કુરીઅર સેવાઓનો રાફડો ન ફાટે તો જ નવાઈ! ટપાલ ખાતાએ સમય સાથે કદમ મિલાવી કામગીરી સુધારવાની જરૂરછે. ટપાલ ખાતાની હાલની કામગીરી જોતાં એમ લાગે છે કે ધીમે ધીમે આ ખાતું બંધ થઈ જશે અને ખાનગી હાથોને સોંપાઈ જશે.
પાલનપુર  – અશ્વિનકુમાર કારીઆ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top