વડોદરા : ભાજપ સરકાર દ્વારા ૧લી ઓગસ્ટના રોજ જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છૅ અને રૂપાણી સરકાર ના 5 વર્ષ તેમની સિદ્ધિઓ અને સફળતા ઉજવણી કરવામાં આવશે.તેના વિરોધમાં કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. પોલીસે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રશાંત પટેલ સહિત ૨૫થી વધુ કાર્યકર્તાઓને અટકાયત કરાઇ છે.
ભાજપ સરકાર દ્વારા તેમના સફળતાના 5 વર્ષ ની ઉજવણી માં 9 દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. રૂપાણી સરકાર ના પાંચ વર્ષના કાર્યકર સમયમાં તેમની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે તેને વિપરિત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકારના સમયગાળામાં સામાન્ય જનતાને પરેશાન થઈ છે .ગુજરાત કોંગ્રેસ 9 દિવસ દેશ અને સમાજના ઉત્થાન માટે સૌથી મહત્વના મુદ્દા ને લઈને વિરોધ કરવામાં આવશે.
જેમાં રાજ્ય સરકારે જ્ઞાનશક્તિ દિવસ મનાવ્યો ત્યારે કોંગ્રેસે શિક્ષણ બચાવો દિવસ. ભાજપના કાર્યકર સમયમાં શિક્ષણનું સ્તર નીચે ઉતરી ગયું છે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને કોરોના મહામારી ના સમયમાં ઉજવણી કરવાનો સમય ના હોય ભાજપ સરકાર ઉજવણીના નામે તેમની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. રાજ્યમાં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ ઓછી થઈ ગઈ છે અને ખાનગી સ્કૂલો દ્વારા થી બેફામ ફી ઉઘરાવતા વાલીઓને દેવું કરીને પણ તેમના બાળકોને ભણાવવા પડે છે. ગુજરાતની પ્રાથમિક શાળામાં 18,567 ઓરડાની ઘટ છે 15000 અધ્યાપકોની ભરતી થતી નથી ૪૭,૦૦૦ યુવાન-યુવતીઓ એવા છે જેઓ શિક્ષકો માટેની અરજી કરીને બેઠા છે અને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ ભણવામાં આવતું નથી કારણકે કમ્પ્યુટર ભણાવવા માટે શિક્ષકો નથી અને અમુક સ્કૂલોમાં તો કમ્પ્યુટર પણ આવ્યા નથી.
અધ્યાપકોની ભરતી થતી નહીં. શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે ભાજપ અને સરકારમાં શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે.સરકારી સ્કૂલમાં ભણતા 7મા ધોરણના વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડતું નથી. ભાજપના 25 વર્ષના શાસનમાં અને પાંચ વર્ષના કેન્દ્ર સરકારના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું છે. ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને વાલીઓને દેવું કરીને પણ પોતાના બાળકોને ભણાવવા પડે છૅ.
જ્યારે રાવપુરા વિસ્તારમાં આવેલ દુલીરામ પેંડા વાળાને સામે કુમાર શાળા નંબર 1 ને મહાનગરપાલિકાની રોડ શાખા ની ઓફિસ બનાવી દેવામાં આવી છે તે વિરોધમાં પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાની ઉથલપાથલ કરવા માટે રોડ શાખા ની ઓફિસ બનાવવામાં આવી છે. ગાયકવાડી શાસનમાં મધ્યમ વર્ગના બાળકો ભણી શકે તે માટે શહેરના મધ્યમાં સ્કૂલ બનાવવામાં આવી હતી. જેથી અમારી માંગ છે કે કુમાર શાળા નંબર એક ફરી ચાલુ કરવામાં આવે, આ શાળાએ ભણેલા વિદ્યાર્થીઓ મંત્રી વકીલ, ડોક્ટર સી એ ,નામાંકિત વ્યક્તિઓ બન્યા છે. અને મહાનગરપાલિકાની રોડ શાખા ની ઓફિસ બીજા વિસ્તારમાં ટ્રાન્સફર કરવામાં આવે.