Gujarat

બીજાની સંવેદના અને પીડાનો અનુભવ થાય ત્યારે શિક્ષણનો અર્થ સરે છે

ગાંધીનગર : બાળક કોરી પાટી સમાન હોય છે. જો તેમને સાચું શિક્ષણ (Education) આપવામાં આવે તો તે બાળક ભવિષ્યમાં વિશ્વ, રાષ્ટ્ર, સમાજ, પરિવારનું કલ્યાણ કરે છે. શિક્ષણ એટલે માનવ નિર્માણનું મહાકાર્ય અને માનવને બીજાની સંવેદના અને પીડાનો અનુભવ થાય ત્યારે શિક્ષણનો અર્થ સરે છે, તેવું મ. સ. યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ પદ્ધતિ વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતુ.

વડોદરામાં વસવાટ દરમિયાન આદ્યાત્મ્યનો ઉન્નત માર્ગ પ્રશસ્ત કરનારા મહર્ષિ અરવિંદના જન્મની સાર્ધશતાબ્દિ નિમિતે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી કે, મહર્ષિ અરવિંદના શિક્ષણ વિશેના વિચારો વિષયક દેવવ્રત આચાર્યએ જણાવ્યું હતુ કે ગુલામીકાળમાં અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિથી માત્ર વહીવટીકાર્ય કરી શકે એવા માનવબળનું નિર્માણ થયું હતું. અંગ્રેજોએ પોતાની શિક્ષણ નીતિ બનાવવા માટે તત્સમયે લોર્ડ મેકોલોને ભારત મોકલ્યા હતા. ભારતની ગુરુકૂળ શિક્ષણ પદ્ધતિ એટલી મજબૂત હતી કે તેને તોડી શકાય એમ નથી. આથી, તે સમયે ગુરુકૂળ શિક્ષણ પદ્ધતિને મળતો રાજ્યાશ્રય બંધ કરાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આજે અંગ્રેજો તો ચાલ્યા ગયા પણ તેની શિક્ષણ પદ્ધતિ પ્રત્યેનો લગાવ હજુ સુધી આપણામાંથી ગયો નથી.

મ. સ. યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગિની દેવી ગાયકવાડે કહ્યું હતું કે, વડોદરામાં રાજવીકાળમાં અનેક વિદ્વાનોને પોષીને પ્રજાના સેવા કરવામાં આવી હતી. મહર્ષિ અરવિંદને તેમની પ્રતિભા ઓળખીને લંડનથી વડોદરા લાવવાનું કાર્ય મહારાજ સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું. અહીં જ ૧૩ વર્ષ દરમિયાન તેઓ ભારતીય દર્શન અને સંસ્કૃતિથી પરિચિત થયા હતા. ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત ભાષા શીખ્યા હતા. વડોદરાની ભૂમિએ જ મહર્ષિ અરવિંદને આદ્યાત્મ્યનો માર્ગ દેખાડ્યો હતો.

Most Popular

To Top