નાવી દિલ્હી: દારૂના કૌભાંડના કેસમાં ઇડીના દરોડા (Raid) બાદ સીબીઆઇ (CBI) એ દિલ્હીના (Delhi) ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodiya) ધરપકડ (Arrest) કરી હતી. ત્યારે બીજીતરફ આજે મંગળવારે તા. 31 ઓક્ટોબરના રોજ EDની ટીમે મોહાલીના AAP ધારાસભ્ય (MLA) કુલવંત સિંહના ઘર અને ઓફિસ પર દરોડા (Raid) પાડતા પંજાબના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ઈડીએ પંજાબમાં દારૂની નીતિ (Liquor policy) સાથે સંકળાયેલા અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.
મળતી માહિતી મુજાબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની ટીમે મોહાલીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહના ઘર અને ઓફિસ પર સવારે 8 વાગ્યે દરોડા પાડ્યા હતા. ઈડીની ટીમ સવારથી તેમની ઓફિસ અને ઘરે દસ્તાવેજો તપાસી રહી હતી. દારૂના કૌભાંડ મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે સત્તાવાર કોઈ માહિતી બહાર આવી નથી.
શું વિવાદ થયો હતો?
દિલ્હી સરકારની લિકર પોલિસી 17 નવેમ્બર 2021થી અમલમાં આવી હતી. આ પોલિસી હેઠળ દારૂનો ધંધો ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યો હતો. આ સાથે જ લિકર પોલિસીનો વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, દિલ્હી સરકારે દારૂની દુકાનો માટે ટેન્ડર આપ્યા બાદ દારૂના લાઇસન્સ ધારકોને નાણાંકીય લાભ આપવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું.
પર્યાવરણ મંત્રાલયે સરકારના બે પ્રોજેક્ટ ઉપર સવાલ ઉઠાવ્યા
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે AAP ધારાસભ્ય કુલવંત સિંહની માલિકીની રિયલ એસ્ટેટ કંપનીના બે પ્રોજેક્ટ ઉપર પર્યાવરણના નિયમોનો ઉલ્લંઘન થયો હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. મંત્રાલયે આ બાબત પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના ધ્યાન પર લાવવાના પ્રયાસો પણ કાર્યા હાતા. ત્યારબાદ રાજ્યપાલે મુખ્ય પ્રધાનને પત્ર લખીને નાગરિક પ્રાધિકરણ પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય સ્તરીય પર્યાવરણ અસર મૂલ્યાંકન પ્રાધિકરણ (SEIAA)ને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જણાવી દઇયે કે, આ બંને પ્રોજેક્ટ જનતા લેન્ડ પ્રમોટર્સ લિમિટેડ (JLPL) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. તેની માલિકી મોહાલીના AAP ધારાસભ્ય કુલવંત સિંહની છે. રાજ્યપાલે સીએમને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મોહાલીના સેક્ટર 82-83માં જનતા લેન્ડ પ્રમોટર્સ લિમિટેડના પ્રોજેક્ટ સુપર મેગા મિક્સ્ડ યુઝ ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને સેક્ટર-66Aમાં ગેલેક્સી હાઇટ્સના નિર્માણમાં પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.