નવી દિલ્હી: સામાન્ય રીતે તાવની સારવારમાં વપરાતી દવા ડોલો-650 (Dolo 650) દરેક ઘરમાં મળી રહે છે. કોરોના (Corona) મહામારી બાદ આ દવાનો (Drug) વધુ ઉપયોગ થવા લાગ્યો હતા. કોરોના મહામારીમાં આ દવાના ઉત્પાદક માઇક્રો લેબ્સે લિમિટેડ કંપનીને (Micro Labs Ltd Company) ખૂબ નફો મેળવ્યો હતો. પરંતુ, હવે કંપની પર ટેક્સ ચોરી કરવાના આરોપો સાથે રાજ્યના 36 સ્થળે દરોડા પડ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા ડોલો-650ને પ્રમોટ કરવાને બદલે ડોકટર્સને 1000 કરોડની ફ્રી ગિફ્ટ આપવામાં આવી હતી. તેથી આવકવેરા વિભાગે કોરોના સમયગાળા દરમિયાન સૌથી વધુ વેચાતી દવા ડોલો-650 બનાવનારી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડ પર દરોડા પાડ્યા છે.
9 રાજ્યોમાં EDના દરોડા
માઇક્રો લેબ્સ લિમિટેડ વિવિધ પ્રકારની દવાઓનું ઉત્પાદન કરે છે. સાથે જ આ કંપની માર્કેટિંગ પણ કરે છે. આ કંપનીની તાવની દવા ડોલો-650 સૌથી વધુ વેચાતી દવાઓમાંથી એક છે. માઇક્રો લેબ્સ લિમિટેડ કંપનીનો બિઝનેસ 50 દેશોમાં ફેલાયેલો છે. 6 જુલાઈના રોજ આવકવેરા વિભાગે 9 રાજ્યોમાં આવેલી કંપનીના 36 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)નું કહેવું છે કે દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા મળ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે.
EDએ જ્યારે કંપની પર દરોડા પાડ્યા ત્યારે તેમને ડિજિટલ ડેટા સાથે દસ્તાવેજો પણ મળ્યા હતા. જેમાં કંપની દ્વારા 1,000 કરોડની ફી ગીફટ ડોક્ટર્સને આપવામાં આવી છે. આ સાથે જે કંપનીના ખાતામાં તેને અસ્વીકાર્ય ખર્ચ તરીકે બતાવવામાં આવ્યો હતો. EDને પ્રારંભિક પુરાવ સૂચવે છે કે કંપનીએ સેલ્સ અને પ્રમોશન માટે ડોકટર્સને ફી ગીફટ આપી છે.
300 કરોડની કરચોરી?
આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે માઈક્રો લેબ્સે લગભગ 300 કરોડ રૂપિયાની કરચોરી કરી છે. કંપની પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ-194Cના ઉલ્લંઘનના પણ આરોપ છે. આવકવેરા વિભાગને દરોડા દરમિયાન રૂ. 1.20 કરોડની અઘોષિત રોકડ અને રૂ. 1.40 કરોડની જ્વેલરી મળી આવી હતી. તે જપ્ત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ દવાની કિંમત ભલે ઓછી હોય, પરંતુ તેમાંથી કમાણી કરવા માટે કંપનીએ જે પ્લાન બનાવ્યો હતો, તે પ્લાન આજે ચર્ચાનો વિષય બન્યો છે. એક અનુમાન અનુસાર સેલ્સ અને પ્રમોશન માટે કંપનીએ આ પ્લાન બનાવ્યો હતો. કોરોના મહામારી દરમિયાન આ દવાના વેચાણમાં એવી તેજી આવી હતી કે દવા બજારમાં મળવી મુશકેલ બની હતી. બજારમાંથી 2020માં, કોવિડ-19ના કેસો સામે આવ્યા બાદ 350 કરોડ ટેબ્લેટનું વેચાણ થયું હતું અને કંપનીએ એક વર્ષમાં લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.