નવી દિલ્હી: એબીજી શિપયાર્ડ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહી ચાલુ છે. ઈડીએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં મુંબઈ, સુરત, પુણે સહિત અનેક શહેરોમાં દરોડા(Raids) પાડ્યા છે. સૌથી મોટી શિપબિલ્ડિંગ કંપનીઓમાંની એક એબીજી શિપયાર્ડ(ABG Shipyard) પર 28 બેંકોમાં 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી(Fraud)નો આરોપ છે. અહેવાલ છે કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાલી રહ્યા છે. મંગળવારે ED એ એબીજી શિપયાર્ડ, સહયોગી કંપનીઓ અને અધિકારીઓ વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે.
સીબીઆઈ એફઆઈઆરના આધારે ઈડીએ ફેબ્રુઆરીમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. બેંકમાંથી લીધેલા પૈસા ભારત અને વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ 100 શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેન્કોની મોટી રકમ ફસાઈ છે
CBIએ ABG પર ICICI બેંકની આગેવાની હેઠળની 28 બેંકોના કન્સોર્ટિયમને રૂ. 22,842 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન સૌથી મોટી રકમ ICICI (7,089 કરોડ) છે. તે પછી IDBI (3,639 કરોડ), SBI (2,925 કરોડ), બેન્ક ઓફ બરોડા (1,614 કરોડ) અને પંજાબ નેશનલ બેન્ક (રૂ. 1,224 કરોડ) છે.
અગાઉ પણ સીબીઆઈએ પાડ્યા હતા દરોડા
આ મામલે પહેલી ફરિયાદ 8 નવેમ્બર 2019ના રોજ કરી હતી. દોઢ વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા પછી સીબીઆઈએ 7 ફેબ્રુઆરી, 2022 ના રોજ કેસમાં એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ સીબીઆઈએ 12 ફેબ્રુઆરીએ 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારબાદ દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું. CBI અને ED એ એબીજીના ભૂતપૂર્વ ચેરમેન અને એમડી ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્ય ડિરેક્ટરોને આરોપી તરીકે નામ આપ્યા છે.
બેંક છેતરપિંડીનાં પૈસા આ રીતે વપરાયા
વર્ષ 2018માં કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં ખુલાસો થયો હતો કે એપ્રિલ 2012 અને જુલાઈ 2017 ની વચ્ચે, આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું અને ભંડોળના દુરુપયોગ સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તેમણે બેંક છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં વિદેશમાં મોકલીને અબજો રૂપિયાની મિલકતો ખરીદી છે.
કૌભાંડ યુપીએ સરકારના સમયનું
સ્ટેટ બેંકના જણાવ્યા અનુસાર આ કૌભાંડ યુપીએ સરકારના સમયનું છે. હકીકતમાં, જ્યારે 2013માં એબીજી શિપયાર્ડની લોનને એનપીએ જાહેર કરવામાં આવી ત્યારે યુપીએ સરકાર હતી. આ કૌભાંડ 2005 થી 2012 વચ્ચે થયું હતું. વર્ષ 2017માં મામલો NCLATમાં ગયો હતો. SBIએ કહ્યું છે કે તેને 2013માં જ ખબર પડી હતી કે કંપનીની લોન NPA થઈ ગઈ છે. આ પછી, SBI દ્વારા લોનની વસૂલાત માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી.