મદુરાઈ: તમિલનાડુમાં (TamilNadu) એક ઈડીનો અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. રૂપિયા 51 લાખની લાંચના (Bribe) કેસમાં જ્યારે તમિલનાડુ એસીબી ઈડીના અધિકારીને (ED Officer) પકડવા ગઈ ત્યારે અધિકારી ભાગી ગયો હતો. જેના લીધે ફિલ્મી ઢબે હાઈવે પર 8 કિલોમીટર સુધી તમિલનાડુ પોલીસે પીછો કરવો પડ્યો હતો. આખરે પોલીસે (Police) લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો. આ કેસે સમગ્ર પ્રદેશમાં ભારે ચર્ચા જગાવી છે.
તમિલનાડુ પોલીસે ડિંડીગુલ-મદુરાઇ હાઇવે ઉપર ઇડી અધિકારી અંકિત તિવારીની કારનો 8 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. તેમજ તેની ધરપકડ કરી હતી. આરોપીને 15 ડિસેમ્બર સુધી રીમાન્ડ માટે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી અંકિત તિવારીએ 29 ઓક્ટોબરના રોજ એક સરકારી કર્મચારીનો સંપર્ક કર્યો હતો.
તેમજ કર્મચારી વિરૂદ્ધ અગાઉ નોંધાયેલા એક કેસની વાત કરી લાંચ માંગી હતી. પરંતુ કર્મચારીનો એ કેસ બંધ થઇ ચૂક્યો હતો. લાંચની માંગણી થતા કર્મચારીએ કથિત રીતે 20 લાખની ચૂકવાણી કરી હતી. પરંતુ અંકિત તિવારી દ્વારા વધુ નાણાંની માંગણી કરાતા કર્મચારીને શંકા થઇ અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ હતો સમગ્ર મામલો
અંકિત તિવારીએ 29 ઓક્ટોબરના રોજ ડિંડીગુલના એક સરકારી કર્મચારીના બંધ કેસના મામલે તેને સંપર્ક કર્યો હતો. તેમજ કહ્યું હતું કે પીએમઓ એ ઇડીને આ કેસની ફરીથી તપાસ કરવા કહ્યું છે. તેમજ આ તપાસ માટે તેણે કર્મચારીને 30 ઓક્ટોબરના રોજ ઇડીની ઓફિસમાં હાજર થવાનું સૂચન આપ્યું. જ્યારે કર્મચારી ઇડીના ઓફિસ પહોંચ્યો ત્યારે અંકિત તિવારીએ લાંચના સ્વરૂપે 3 કરોડની માંગણી કરી હતી.
ત્યાર બાદ થોડા જ સમયમાં અંકિત તિવારીએ ફરી કર્મચારીનો સંપર્ક કરી કહ્યું કે તેણે પોતાના સીનિયરને વાત કરી લાંચની રકમ ઘટાડી 51 લાખ રૂપિયા કરાવી છે. તેમજ આ મામલે અંકિત તિવારીએ 20 લાખ રૂપિયાની લાંચ પણ લીધી હતી. ત્યાર બાદ કર્મચારીને શંકા થતા તેણે ડિંડીગુલની ડીવીએસ યૂનિટને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
અંકિત તિવારી રંગે હાથે ઝડપાયો
ગઇ કાલે એટલેકે 1 નવેમ્બરે સરકારી કર્મચારીએ અંકિત તિવારીને પોતાના પહેલા હફ્તાના સ્વરૂપે 20 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ અંકિત તિવારીએ અધિકારી પાસે આખી રકમની માંગણી કરી કહ્યું કે તે આ નાણાં પોતાના ઉપરી અધિકારીને પણ આપશે. તેમજ જો નાણાં સમયસર આપવામાં નહીં આવે તો તેની ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવશે.
અંકિત તિવારીની માંગણી ઉપર શંકા થતા સરકારી કર્મચારીએ તેના વિરુદ્ધ 30 મવેમ્બરે ડીવીએસની ડિંડીગુલ યૂનિટમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શરૂવાતની તપાસમાં જાણવા મળ્યું કે અંકિત તિવારી ઇડી ઓફિસર તરિકે પોતાના પદનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જેના કારણે તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ 1 નવેમ્બર, શુક્રવારે અંકિત તિવારીને 20 લાખ રૂપિયાનો હફ્તો લેતા સમયે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.