National

EDએ આ લોકસભા સાંસદ પર લગાવ્યો 908 કરોડનો દંડ, જાણો આખો મામલો

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આજે બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી હતી હતી. આ માહિતી સામે આવતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. કારણકે ઇડીની માહિતીમાં DMK સાંસદને લગાવવામાં આવેલા દંડની વાત કરવામાં આવી હતી. જેમાં DMK સાંસદને 908 કરોડનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવતા જ રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે.

અસલમાં આજે તારિખ 28 ઓગષ્ટના રોજ EDએ પોતાની ખુબ જ મહત્વ કાર્યવાહીની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર 908 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ દંડમાં તેમની 89.19 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ દંડ પેટે એટેચ કરવામાં આવી છે. આટલું જ નહીં પણ તેમને દંડ ફટકારવા પાછળનું ઇડીનુ કારણ પણ સામે આવ્યું છે.

શા માટે 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો?
ઇડીએ આપેલી માહિતી મુજબ વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં EDએ ડીએમકે સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો સામે રૂ. 908 કરોડનો મોટો દંડ ફટકાર્યો છે. EDએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2020માં FEMA કાયદા હેઠળ ઇડીની તપાસનો સામનો કરી રહેલા જગતરક્ષકનની 89.19 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમજ ઇડીનું આ એક્શન 26 ઓગસ્ટે જારી કરાયેલા આદેશ બાદ લેવામાં આવ્યું છે.

એસ જગતરક્ષક કોણ છે?
76 વર્ષીય DMK નેતા એસ જગતરક્ષકન તમિલનાડુની અરક્કોનમ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ તમિલનાડુના જાણીતા બિઝનેસમેન પણ છે. ઇડીએ માહિતી આપી હતી કે સાંસદ એસ જગતરક્ષકન, તેમના પરિવાર અને જગતરક્ષકનને સંબંધિત ભારતીય સંસ્થાઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તપાસ બાદ જાણવા મળ્યુ હતું કે, સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યોની પ્રોપર્ટીને FEMAની કલમ 37A હેઠળ 11 સપ્ટેમ્બર, 2020ના રોજ જપ્તી કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તે સમયે તેમની આ પ્રોપર્ટીની કિંમત 89.19 કરોડ રૂપિયા હતી. ત્યારે દંડની નોટીસ સાથે આ પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે અને હવે સાંસદ પર 908 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. 

Most Popular

To Top