Business

10 વર્ષમાં 100 અબજ ડૉલરનું મૂડીરોકાણ કરીશું: અદાણી

અમદાવાદ: 20 મી ફોર્બ્સ ગ્લોબલ સીઇઓ પરિષદમાં સંબોધતા અદાણી સમૂહના વડા ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે કંપની આગામી 10 વર્ષમાં 100 બીલયન ડૉલરનું મૂડી રોકાણ (Capital Investment) કરશે. ભારત (India) હમણાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) બની ગયું છે. અને એ પણ હકીકત છે કે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ ઉપર છે. સંકલિત હાઇડ્રોજન આધારિત મૂલ્ય શ્રેણીમાં 70 અબજ ડોલરનું રોકાણ કરવા અમે સંકલ્પબધ્ધ છીએ.

  • સંકલિત હાઇડ્રોજન આધારિત મૂલ્ય શ્રેણીમાં 70 અબજ ડોલરનું રોકાણ કરવા અમે સંકલ્પબધ્ધ : અદાણી
  • ત્રણ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું વ્યાપારીકરણ થશે
  • અદાણી ગ્રુપ 25% પેસેન્જર ટ્રાફિક અને 40% એર કાર્ગો સાથે દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર
  • અદાણી વિલ્મરના IPOને પગલે સૌથી વધુ મૂલ્ય ધરાવતી FMCG કંપની

અદાણી સમૂહ હાલના 20 GW રિન્યુએબલ પોર્ટફોલિયો ઉપરાંત નવા વ્યવસાયને 100,000 હેક્ટરમાં ફેલાયેલા હાઇબ્રિડ રિન્યુએબલ પાવર જનરેશનના અન્ય 45 GW દ્વારા વધારવામાં આવશે જે સિંગાપોરથી 1.4 ગણો વિસ્તાર છે. પરિણામે ત્રણ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું વ્યાપારીકરણ થશે. અદાણી ગ્રુપ 25% પેસેન્જર ટ્રાફિક અને 40% એર કાર્ગો સાથે દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર છીએ. 30 % રાષ્ટ્રીય બજારમાં હિસ્સા સાથે ભારતમાં સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની છે.

વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, LNG અને LPG ટર્મિનલ, સિટી ગેસ અને પાઇપ્ડ ગેસ વિતરણમાં ફેલાયેલા ભારતના સૌથી મોટા સંકલિત એનર્જી પ્લેયર છે. અમે અદાણી વિલ્મરના IPOને પગલે સૌથી વધુ મૂલ્ય ધરાવતી FMCG કંપની છે. કંપની ડેટા સેન્ટર્સ, સુપર એપ્સ, ઇન્ડસ્ટ્રીઅલ ક્લાઉડ, એરોસ્પેસ અને સંરક્ષણ, મેટલ્સ અને પેટ્રોકેમિકલ્સને સમાવતા નવા ક્ષેત્રોમાં અમારો ભાવિ પંથ જાહેર કર્યો છે. માર્કેટ કેપ 260 બિલિયન ડોલર છે જે ભારતમાં કોઈપણ કંપની કરતાં વધુ ઝડપથી વિકસ્યું છે.

Most Popular

To Top