Charchapatra

જી.એસ.ટીના દરોમાં ઘટાડા માત્રથી આર્થિક પ્રગતિ ન થઇ શકે

થોડા દિવસ પહેલા વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યા પ્રમાણે જી.એસ. ટી. દરોમાં ફેરફાર એક ક્રાંતિકારી પગલુ છે. અને આ પગલાથી ભારતની આર્થિક વ્યવસ્થામાં જબરદસ્ત પ્રગતિ થતી દેખાશે. આ દરોમાં ઘટાડાની જાહેરાત થયા પછી પહેલી વાર જોવા મળ્યુ કે લોકોની રોજીંદી વપરાશની ચીજોના ઉત્પાદકોની એમના ઉત્પાદનોના જૂના અને નવા દરોની સરખામણી કરતી આખા કે અડઘા પાનાની જાહેરાતો દરેક વર્તમાનપત્રોમાં જોવા મળી જે અગાઉ ક્યારે જોવા નથી મળ્યુ. આ જાહેરાતો જોઇ એ સવાલ પણ પેદા થાય કે ઘર વપરાશની ચીજોના ઉત્પાદકોની આર્થિક હાલત એ હદે કથળેલ છે કે તહેવારોના દિવસોમાં લોકોને બજારમાં ખેંચી લાવવા આવી જાહેરાતો કરવી પડે છે કે પછી  સરકારની સૂચના કે દબાણને કારણે આવી જાહેરાતો કરવી પડે છે? કારણ ગમે તે હોય પરંતુ એ હકિકતને નકારી ન શકાય કે નોકરી–ઘંઘામાં અભાવને કારણે અને વઘતી જતી મોંઘવારીમાં ઘસાતા જતા રૂપિયાને કારણે દેશમાં લોકોની ખરીદશક્તિમાં સારો એવો ઘટાડો થયો છે જેની સીઘી અસર મોજુદા સરકારની લોકપ્રિયતા પર પડી શકે છે.
પાલ, સુરત        –હિતેન્દ્ર ભટ્ટ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top