SURAT

ટેક્સટાઈલ માર્કેટમાં યૂ-ટ્યૂબ પર સારા માલની એડ્ કરી હલકી ગુણવત્તાનો માલ મોકલનારાઓની તપાસ ઇકોનોમિક સેલ કરશે

surat : ટેક્સટાઈલ સિટી ( textiles city ) ગણાતા સુરત શહેરમાં લોકડાઉન (lockdown) બાદ છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાતાં અલાયદા ઇકોનોમી સેલની રચના કરવામાં આવી છે. યુ-ટ્યૂબ (youtube) ઉપર એડ આપીને ઓર્ડર આવે એટલે હલકી ગુણવત્તાનો માલ મોકલી શહેરની છબિ બગાડી રહેલાં આવાં તત્ત્વોની સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે ઇકોનોમિક સેલને (economic cell) તપાસ સોંપી છે.સુરત પોલીસ કંટ્રોલ (surat police control) રૂમમાં થોડા દિવસ પહેલા મેઈલ થકી એક અરજી આવી હતી. આ અરજીમાં યુ-ટ્યૂબ થકી ફ્રોડ (youtube fruad) ના કિસ્સા અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

સુરત કપડા બજારમાં હાલ યુ-ટ્યૂબ ચેલન પર એડ કરવાનું ચલણ વધ્યું છે. આ એડ્ જોઈને અન્ય રાજ્યોના વેપારી ઓર્ડર કરે છે. ઓર્ડરનો માલ તેમના ત્યાં પહોંચે છે ત્યારે હલકી ગુણવત્તાનો માલ નીકળે છે. જેના લીધે સુરત કપડાં બજારની છબિ ખરડાય છે. આ પ્રકારની ફરિયાદ યોગ્ય જગ્યા પર થવી જરૂરી છે. લોકો મેઈલ કરી પોતાની સમસ્યા છોડી દે છે. પરંતુ આને લીધે સુરતના કપડાં બજારની અન્ય રાજ્યોમાં છબિ ખરડાઈ રહી છે. સુરતનાં કપંડા બજારમાં ફ્રોડ કરનારાઓની સંખ્યા વધારે હોય તેવો મેસેજ જઈ રહ્યો છે. જેની અનેક ખરાબ અસરો લાંબે ગાળે કપડા બજારને આર્થિક રીતે જોવા મળી શકે છે. આ બાબતો અંગે પોલીસ કમિશનર સમક્ષ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા ઇકોનોમિક સેલના અધિકારીને આ પ્રકારના કેટલા મેઈલ આવે છે તે ચકાસી તેની તપાસ કરવા સૂચના આપી છે. આ સાથે જ કોઈ ફરિયાદી સામે આવે તે માટે આ મેઈલ અંગે વધારે તપાસ કરવા સૂચના આપી છે.


ફરિયાદી તેમની ફરિયાદ લઈ અમારા સુધી પહોંચે તે જરૂરી
આર્થિક ગુના નિવારણ સેલમાં નિમાયેલા નવા એસીપી વી.કે.પરમારે જણાવ્યું હતું કે, સુરત કપડાં બજારનું હબ હોવાથી અહીંથી દેશભરમાં કપડાં જાય છે. આવા સંજોગોમાં જો સોશિયલ મીડિયા થકી આ પ્રકારના ફ્રોડ થતા હોય ત્યારે ફરિયાદી ઇકોનોમિક સેલનો સંપર્ક કરી શકે છે. ફરિયાદી અમારા સુધી આવશે ત્યારે જ યોગ્ય કાર્યવાહી થઈ શકશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top