Charchapatra

પેટ્રોલનું ગ્રહણ

પેટ્રોલ તોફાની બન્યું છે, પણ કોઇને એનો રંજ નથી. બે મહિનામાં લગભગ 10 રૂ. પેટ્રોલ અને 9 રૂ. ડિઝલના ભાવ વધ્યા છે. તંત્ર એકદમ ખામોશ છે. આજે આપણું અર્થ તંત્ર આખું ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે અને રોજબરોજની જિંદગી પર પેટ્રોલનો પણ ટેક્ષ આડકતરી રીતે માનવજિંદગી પર લાગે છે ને ઘરનું પણ અર્થતંત્ર પેટ્રોલના લીધે ભાંગી જાય છે. દેશ વિકાસની વાત કરે છે પણ આ પેટ્રોલ વિકાસ નહીં પણ કંકાસ કરે છે. પેટ્રોલનું ગ્રહણ આજે દરેક વર્ગ માટે મહામારી છે. ત્રાહિમામ પોકારે છે પણ તંત્રનું ધ્યાન ખબર નહીં કયારે એના પર આવશે. કબ તક ખામોશ રહે ઔર સહે હમ. પાલનપુર          -પાટિયા તુષાર શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top