કારણ કે sports treadmill નો સર્જક 54 વરસની વયે ગુજરી ગયો..! જીમનેસ્ટિક સર્જક 57 વર્ષે..! બોડી બિલ્ડીંગનો વિશ્વ ચેમ્પિયન 42 વર્ષે ગુજરી ગયો..! દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર Maradona, 60 વરસની વયે મૃત્યુ પામ્યો.! પણ ખૂબીની વાત ઈ છે! KFC સ્થાપક 94 વરસ જીવ્યો ! Nutella નો સ્થાપક 88 વર્ષે મર્યો..! MDH મસાલા વાળા દાદા 102 વરસ જીવી ગયાં..! Cigarette maker Winston પણ102 વરસ જીવ્યો !
અફીણ જેણે શોધ્યું તે 116 વર્ષે ધરતીકંપ માં ગુજરી ગયો ! Hennessy whiskeyના સર્જક 98 વરસ જીવ્યાં.! તો ભલા ડોક્ટરો એવા નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યાં હશે કે કસરત કરે રમતગમત રમે તે લાંબુ જીવે..!! ઓલું સસલું તો આખો દિવસ ઉછલમકુદમ કરતું હોય ભાગ દોડ કરતું હોય તો પણ તે માંડ માંડ 2 વરસ જીવે છે !.. અને પોતાની જગ્યાએથી માંડ માંડ ચાલી શકતો કાચબો ૪૦૦વરસ મોજથી વિતાવે છે !.એશ કરો !ટેશ કરો ! ખાવ પીવોને જલસા કરો..!એય ને મોજ એ દરિયા બાપલા..!
સુરત -સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.