SURAT

અંગ્રેજો આ રીતે દરિયાઈ સપાટીનું માપ કાઢતા, સુરતના કિલ્લામાં આજે પણ છે તેનું ચિન્હ

સુરત(Surat) : જાણીને આશ્ચર્ય થશે કે દરિયાનું (Sea) સરેરાશ સ્તર દર્શાવતું બ્રિટીશકાળનું (British) સ્ટાન્ડર્ડ બેંચ માર્ક (જમીનમાં કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવીને મુકાયેલો પથ્થર) આખા વેસ્ટર્ન રિજિયનમાં (Western Region) સુરત શહેરમાં છે. આ પથ્થરને આધારે શહેરમાં બનતી મોટી મોટી ઇમારતો, પુલ સહિતના વિવિધ પ્રોજેક્ટોની ઉંચાઇ નક્કી કરવામાં આવે છે.

  • દરિયાનું સરેરાશ સ્તર દર્શાવતું બ્રિટિશરોના સમયનું જીટીએસ સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક સુરતના કિલ્લામાં
  • પશ્વિમ ભારતમાં સરવે અંતર્ગત સુરતના Mean Sea levelનું રેફરન્સ લેવાયું હતું

દરિયાની સપાટીથી નજીકમાં વસેલું શહેર કેટલી ઊંચાઇ ઉપર છે તે દર્શાવતા બેન્ચમાર્ક જીટીએસ (ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સરવે) બ્રિટિશરોના સમયમાં જ્યારે સરવે કરાયો હતો ત્યારથી એક સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક સુરતના કિલ્લામાં (Surat Fort) પણ સ્થાપિત છે. પશ્વિમ ભારતમાં Mean Sea level સુરતના કિલ્લામાં મુકાયેલા જીટીએસ સ્ટાન્ડર્ડ બેન્ચ માર્કના (Great Trigonometrical survey Standard Bench Mark) રેફરન્સથી મૂકવામાં આવ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપની (East India Company) હેઠળ બ્રિટિશ અધિકારી દ્વારા સમગ્ર ભારતમાં ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સરવે કરાયો હતો. આ સરવે અંતર્ગત સુરતમાં જે જીટીએસ બેન્ચમાર્ક મુકાયો હતો. એ આજે પણ સુરતના કિલ્લામાં છે. જેની ઉપર 40.845 ફૂટ દરિયાની સપાટીથી ઉપરનું લેવલ 1908માં માર્કિંગ કરેલું છે.

આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કિલ્લાના કન્સ્લટન્ટ સુમેશ મોદીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ કાળમાં સરવે ઓફ ઇન્ડિયા કરી બ્રિટિશરોએ કંપની બનાવી હતી ત્યારે દેશનાં સુરત સહિત અલગ-અલગ શહેરોમાં બેન્ચમાર્ક મુકાયા હતા. આ બેન્ચમાર્ક કાયમી ધોરણે મુકાયા હતા. આ પથ્થર એક રેફરન્સ તરીકે હતા કે સરવે થયો ત્યારે દરિયાની સપાટીથી બેન્ચમાર્ક કેટલી ઊંચાઇ ઉપર છે.

1908માં દરિયાનું સરેરાશ સ્તર માપવામાં આવ્યું હતું તે પહેલો પથ્થર ચોકબજાર કિલ્લામાં સચવાયેલો છે. પાણી હંમેશા એક જ લેવલે રહે છે. તેનાથી જમીનની ઉંચાઇ કેટલી ઉપર અને નીચે તેનું માપ કઢાઇ છે. ત્યારબાદ દરિયામાં આવતી ભરતી અને ઓટ ઉપરથી રેફરન્સ લેવલ કાઢવામાં આવે છે જેને મીન સી લેવલ (દરિયાનું સરેરાશ સ્તર) કહેવાઇ છે. આ સ્તર દર્શાવતો પથ્થર 1908માં સુરતના કિલ્લામાં બેસાડવામાં આવ્યો હતો. આખા વેસ્ટર્ન રિજીયનમાં સુરતના કિલ્લામાં જે દરિયાનું સ્તર લખાયેલું છે તેનો આધાર લઇને અન્ય શહેરોમાં દરિયાનું સ્તર માપવામાં આવે છે.

Most Popular

To Top