World

ભારતના સિક્કિમ બાદ અફઘાનિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશોમાં એક બાદ એક ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. તુર્કી (Turkey), ભારત (India) બાદ હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે એટલે કે 13 ફેબ્રુઆરીની સવારે અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં 6.47 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાય હતી. જો કે રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ પ્રકારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું નથી. આ પહેલા ભારતના સિક્કિમમાં પણ 4.3ની તીવ્રતા સાથે જોકદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં (Faizabad) સોમાવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદના દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં 135 કિમીની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

સિક્કિમમાં ભૂકંપના આંચકા
ભારતના સિક્કિમમાં પણ સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમથી 70 કિમી ઉત્તરમાં આવેલા યુક્સોમમાં સવારે લગભગ 4.15 વાગ્યે આંચકા અનુભવાયા હતા.

આસામમાં રવિવારે ભૂકંપ આવ્યો હતો
આ પહેલા રવિવારે આસામના નાગાંવમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલો અનુસાર બાંગ્લાદેશ, ભારત અને ભૂટાનના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું કે, સુરતના લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW)ના અંતરે શનિવારે રાત્રે 12:52 કલાકે આંચકો નોંધાયો હતો.

તુર્કી અને સીરિયામાં ભૂકંપ
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 34,000ને વટાવી ગયો છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં બે મોટા વિનાશકારી ભૂકંપ આવ્યા હતા. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે કાટમાળમાંથી સતત મૃતદેહો કાઢવાના કારણે મૃતકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 12 ફેબ્રુઆરીએ, હજારો ઇમારતો ધરાશાયી થયાના છ દિવસ પછી, બચાવકર્તાઓએ એક સગર્ભા સ્ત્રી અને બે નાના બાળકો સહિત ઘણા લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા.

Most Popular

To Top