નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) તબાહી મચાવનાર ભૂકંપે (Earthquake) સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. જાણકારી મળી આવી છે કે આ દુર્ઘટનામાં 15 હજારથી વધુ લોકોના મોત (Death) થયા છે. કાટમાળમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. ભારત (India), ચીન અને અમેરિકા સહિત ઘણા દેશોએ તુર્કી અને સીરિયાને મદદ મોકલી છે. જેમાં બચાવ ટુકડીઓ તેમજ તબીબી વ્યવસ્થા અને રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતીય રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ત્યાંના લોકોની સ્થિતની જાણકારીઓ પણ સામે આવી રહી છે. કેટલાક લોકોએ પોતાનો આખો પરિવાર આ દુર્ધટનામાં ગુમાવ્યો છે. તો કોઈ બહેન પોતાના ભાઈને બચાવવા માટે 72 કલાક સુધી પથ્થરનો ભાર ઝેલીને સૂઈ રહી હતી. આવી પરિસ્થિતમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી જાણકારી પણ સામે આવી હતી.
આવી જ એક ધટના ત્યાંના અલ-વકાના સાથે ધટી હતી જેને સાંભળતા સૌ કોઈનું હૃદય કંપી ઉઠશે. ધરતીકંપ પછી નાસેર અલ-વકાના બે બાળકોને સીરિયન નગર જાંદરીસમાં તેમના ઘરના કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, બચાવકર્મીઓ રાતના અંધારામાં આ બાળકો પાસે પહોંચ્યા હતા. અલ-વકાનાનું એક અન્ય એક બાળક પણ બચી ગયું હતું. પરંતુ જ્યારે વાકા ખંડેરમાં બેઠો હતો, કોંક્રિટ બ્લોક્સની વચ્ચે તેણે તેની પત્ની અને અન્ય મૃત બાળકોને જોયા હતાં. જાણકારી મુજબ આ ધટનામાં અલ-વકાનાના ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થયો છે.
વાકાએ ભૂકંપની ક્ષણને યાદ કરતા જણાવ્યું કે હવાઈ હુમલાઓ, રોકેટો અને બેરલ બોમ્બથી ખૂબ જ અલગ આ ધટના હતી. તેઓ સીરિયાના ચાલુ ગૃહ યુદ્ધ દરમિયાન બચી ગયા હતા. વઘારામાં તેઓએ કહ્યું કે “હું ઘરની બહાર દોડી ગયો અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમે મારા બાળકોને જીવવા દો.” આ દુર્ઘટનામાં 21,000 થી વધુ લોકો માર્યા ગયા છે. સીરિયામાં 3,000 થી વધુ લોકો આ ધટનામાં મોતને ભેટયા છે.
તુર્કીથી સરહદ પાર આવેલા જન્દારિસને મોટા પાયે નુકસાન થયું હતું અને ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને અન્ય આંશિક રીતે તૂટી પડ્યા હતા. યાંત્રિક ખોદકામ કરનારાઓ, બચાવ કાર્યકર્તાઓ અને ઈજામાંથી બચી ગયેલા સામાન્ય લોકોએ બાકી બચેલા લોકોને બહાર કાઢવા માટે દિવસો પસાર કર્યા છે. જાણકારી મુજબ શુક્રવારે 14 સહાય ટ્રકો ઉત્તર પશ્ચિમ સીરિયામાં પ્રવેશી હતી, જે દમાસ્કસ સરકાર સામે લડતા બળવાખોરો દ્વારા અને સોમવારના ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માનવતાવાદી સહાય છે. ભૂકંપ પછી વાકાએ તેના પુત્રો, ફૈઝલ, મેશલ, મોહસીન અને મન્સૂર પાસે ગયો હતો. પરંતુ પછી તેણે જોયું તો કે ફૈઝલ અને મોહસીન બંને મૃત્યુ પામ્યા હતા. બચાવકર્મીઓ તેની કોઈ સહાય કરે તે પહેલા તો બંને બાળકો મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. વકા પાસે પાસે તેની મોટી પુત્રી હેબા દ્વારા લખાયેલું કાગળનો ટુકડો હતો, જે તેની નાની બહેન ઈસરાના મૃતદેહને તેના ખોળામાં પકડીને મૃત મળી આવ્યો હતો. તેમની બીજી બહેન સમીહા નજીકમાં મૃત હાલતમાં મળી આવી હતી.