National

અફઘાનિસ્તાનમાં ભૂકંપઃ જમ્મુ-કાશ્મીરથી દિલ્હી-NCR સુધી આંચકા અનુભવાયા

દિલ્હી NCRમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અફઘાનિસ્તાનમાં 130 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના તાત્કાલિક કોઈ સમાચાર નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદની નજીક આવ્યો હતો. તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી. શ્રીનગરના એક સ્થાનિકે જણાવ્યું કે, મને ભૂકંપનો આંચકો અનુભવાયો. હું ઓફિસમાં હતો ત્યારે મારી ખુરશી ધ્રુજી ઉઠી.

પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને ઉત્તરીય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લાં એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં આ ત્રીજો ભૂકંપ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનમાં સતત ધરતીકંપના આંચકા આવી રહ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ નોંધપાત્ર નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો
આ પહેલા 16 એપ્રિલે સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. હિન્દુ કુશ પર્વતમાળા (જે ઉત્તરપૂર્વીય અફઘાનિસ્તાનમાં ફેલાયેલી છે) એ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય પ્રદેશનો ભાગ છે, જ્યાં જટિલ ટેક્ટોનિક રચનાને કારણે વારંવાર ભૂકંપ આવે છે.

અફઘાનિસ્તાન ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચેના અથડામણ ક્ષેત્રમાં આવેલું છે, જે તેને ભૂકંપની પ્રવૃત્તિ માટે ખાસ કરીને સંવેદનશીલ બનાવે છે.

Most Popular

To Top