જગતની મસ્તી માણવા મસ્તીખોરો ભારે કિંમત ચૂકવતા હોય છે. પળ બે પળની મજાના ભારે દામ છે પણ અમેરિકાના સ્કોટલેન્ડના ગ્રીનોકની 22 વર્ષની યુવતી રેબેકા ડિક્સને આશ્ચર્યજનક અરજી કરી, દમદાર જોબ માટે પસંદગી પામી. રેબેકા ડિક્સનને બેડબિબલના પોર્ન સંશોધનના વડા તરીકે નિયુક્ત કરવામાં આવી છે! અમેરિકામાં ફેડરલ લઘુતમ વેતન કરતાં લગભગ 3 ગણી વધુ કમાણી કરી રહી છે. રેબેકા ડિક્સનને વેબસાઇટ કંપનીએ 90 હજારથી વધુ અરજદારોમાંથી આ રસપ્રદ કામ માટે પસંદ કરી હતી. તેના કાર્યમાં પુખ્ત ઉદ્યોગ વિશે ઊંડાણપૂર્વકની સમજ મેળવવા માટે સંશોધનના ભાગરૂપે ફિલ્મો અને વીડિયો સહિત પુખ્ત સામગ્રી જોવાનો સમાવેશ થાય છે. તેણી માહિતી અને ડેટા એકત્ર કરે છે.
આ પોસ્ટ માટે ફોન કંપની પર 1 જાહેરાત વાયરલ થઈ હતી. જેમાં એક વીડિયો જોવા માટે કહેવામાં આવ્યું હતું. અમેરિકન કંપની બેડબિબલે શરત રાખી હતી કે જો પોર્ન વીડિયો જોશો તો પ્રતિ કલાક 1500 રૂપિયાનું કામ મળી શકે છે. તે જગ્યા માટે અરજદારોનો જબરો ધસારો થયો હતો. વિવિધતાને કારણે ખૂબ ચર્ચા પણ થઈ. વયસ્ક કે એડલ્ટ ફિલ્મો જોવાના મસ્ત કામ માટે રેબેકા ડિક્સનને કલાક દીઠ 20 ડોલરની ભારે રકમ ચૂકવવામાં આવે છે. રેબેકા ડિક્સનને સત્તાવાર બેડબિબલને પોર્ન સંશોધનની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામ સરળ નથી. તે રિસર્ચ કરી મળતું મહેનતાણું યોગ્ય ગણાવી બેડબિબલને અનેકગણા ડોલર કમાવવા રસ્તો બનાવી આપશે.
રેબેકાનું પહેલું કામ પોર્નહબના સૌથી વધુ જોવાયેલા 100 વીડિયો જોવાનું હતું. દરેક વીડિયોની લંબાઈ અને તેની એક્શન પોઝિશન રેકોર્ડ કરવી જોઈએ. રેબેકાની નિમણૂક નોકરીની ખાલી જગ્યાની જાહેરાત જેટલી સમાચારરૂપ બની ગઈ છે. તેણીએ હેર – કલર ડિસ્ટ્રિબ્યુશન, લેંગ્વેજ ડિસ્ટ્રિબ્યુશન, ફીટિશ અને રોલ – પ્લે વિશેના મુદ્દાઓ પણ નોંધ્યા, જે ક્લિપ્સમાં જોવા મળ્યા હતા. બેડબિબલના એક સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રેબેકા ડિક્સન એક અદભુત કામ કરી રહી છે. રેબેકાને પહેલી કામગીરીમાં વયસ્ક કેન્દ્રના એક સૌથી વધુ વીડિયો જોવા કહેવામાં આવ્યું હતું. રેબેકાએ સમયગાળો અને તેમાં દર્શાવવામાં આવેલી પોઝિશન વિશેના મુદ્દાઓનું ટ્રેકિંગ બારીક સમજણ સાથે નિહાળ્યું હતું.
બેડબિબલના રિસર્ચના વડા તરીકે નિયુક્ત રેબેકાનો દાવો છે કે પહેલાં જોયું અને પછી વિચાર્યું કે આ આદર્શ કામ છે. તે પ્રામાણિકપણે અચરજ અનુભવે છે કે તેને નોકરી માટે પસંદ કરવામાં આવી હતી. રેબેકા એક નાનકડા શહેર ગ્રીનોકમાં ઉછરી છે, જ્યાં આવું ઘણું બધું થતું નથી. તેના માટે શ્રેષ્ઠ તક સાંપડી છે અને તેથી આ પ્રોજેક્ટનો ભાગ બનીને ખુશ છે.વીડિયો જોઇ પૈસા મેળવનાર વ્યક્તિથી આ ઈન્ડસ્ટ્રીમાં વધુ સારી અને ઊંડી સમજની અપેક્ષા હોય છે. આ જોબમાં પળેપળની પોઝિશન, અવધિ, ઓર્ગેઝમની સંખ્યા, પુરુષ વિરૂધ્ધ સ્ત્રી ગુણોત્તર, વાળના રંગનું વિવરણ અને ભાષા વિવરણ જેવા અનેક ફોકસના ક્ષેત્રો પર માહિતી એકત્ર કરવાનો સમાવેશ થાય છે.
ઉદ્યોગમાં વધુ સારી સમજ મેળવવા માટે સંશોધન શરૂ થયું છે. રેબેકા કુદરતી પસંદગી બની છે કારણ કે તે ખુલ્લા મનની છે અને વિશ્વના પ્રથમ ગહન આંકડાઓનો ભાગ બનવા માટે પ્રેરિત છે. તેણીએ તેણીની અરજીમાં ઉલ્લેખ કર્યો છે તેમ તેણીને સાહસ કરવાનું અને વિવિધ શ્રેણીઓમાં શોધવાનું પસંદ છે, જે આ નોકરી માટે જરૂરી હતું. બેડબિબલ સંસ્થાનું લક્ષ્ય છે, તેઓ ફક્ત એવા લોકો સાથે જ કામ કરે છે, જેઓ આ વિષય વિશે પૂર્ણ જુસ્સાદાર હોય. રેબેકાનું કામ માત્ર પોર્ન વીડિયો જોવાનું અને પૈસા ખરીદવાનું નથી, તેના બદલે વીડિયોમાંથી સેક્સ પોઝિશન, ઓર્ગેઝમની સંખ્યા, લંબાઈ, ગુણોત્તર અને ભાષાકીય રજૂઆત જેવી માહિતી એકત્રિત કરવી જોઈએ.
કંપની પછી આ માહિતીનો ઉપયોગ વીડિયોના ટ્રેન્ડ પરના ડેટાને એન્કોડ કરવા માટે કરશે. બેડબિબલ પાસે એક વેબસાઈટ છે જે ટોય અને ગમ્મત વિશે લેખો, ઉત્પાદનો અને વીડિયોનો ધૂમ વેપાર કરે છે. જેના પર રેબેકાએ કામ કરવાની જરૂર પડશે. આ કામ તેના માટે પરફેક્ટ છે અને રેબેકા ડિક્સનને લાગે છે કે તે આ ભૂમિકા માટે યોગ્ય છે. તેના માટે તે સંપૂર્ણ કામ છે. ખૂબ જ ખુલ્લા મન સાથે કંઈક નવું પ્રયાસ કરવામાં વાંધો નથી. તે સર્વત્ર ચર્ચાય છે, તેના કરતાં સાવ અલગ પ્રયાસ છે. નવા પડકાર પર સફળ પગલું ભર્યું ત્યારે એવું લાગ્યું કે તે તેના માટે બનેલી ભૂમિકા હતી. તેને એવા વિષયનું અન્વેષણ કરવું ખૂબ જ રસપ્રદ લાગ્યું, જે કલંકથી ઘેરાયેલો છે અને આ ભાગ ઉદ્યોગની આસપાસ તદ્દ ન નવા દ્રષ્ટિકોણને દેખાડે છે!