આધ્યાત્મિક પ્રગતિને સમર્પિત કરવાનો શ્રેષ્ઠ સમય – પછી તે પ્રાર્થના, ધ્યાન અથવા ચિંતન માટે હોય – વહેલી સવારનો સમય છે. આખી રાત આરામ કર્યા પછી, બુદ્ધિ તાજી અને શુદ્ધ હોય છે. તમારી જાગૃતિ વધારવા માટે, ઈશ્વરને ઓળખવા માટે અને ઘણા બધા આધ્યાત્મિક લાભો લેવા માટે, સવારે ચાર વાગ્યે એ શ્રેષ્ઠ સમય છે. આપણી જાતનું મૂલ્યાંકન કરવા અને આપણે આત્મસાક્ષાત્કારની કેટલી નજીક આવી ગયા છીએ તે જોવાનો આ એક અમૂલ્ય સમય છે. આપણી પ્રગતિ અથવા શિથિલતાના સંકેતો સ્પષ્ટપણે દેખાય છે. આ ધ્યાન આપણને બતાવે છે કે કેટલી આધ્યાત્મિક રોયલ્ટી આત્મસાત્ કરવામાં આવી છે.
સુરત – પ્રો.સ્નેહલ જે.ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ધન્ય છે સૌરાષ્ટ્રવાસીઓ…
સુરત વર્તમાન સમયમાં પચરંગી વસ્તીવાળું શહેર બની ગયું છે. અનેક રાજ્યોમાંથી પરપ્રાંતિય નાગરિકો અહીં રોજી-રોટી કમાવા આવે છે અને સ્થિર થઇ આર્થિક રીતે પ્રગતિશીલ બન્યા છે. એ નિર્વિવાદ સત્ય છે. સૌરાષ્ટ્રવાસીઓએ પણ સુરતને કર્મભૂમિ કરી છે. વરાછા રોડને મીની સૌરાષ્ટ્ર બનાવી એ એરિયાનો અનહદ પ્રશંસનીય વિકાસ કર્યો છે. સુંદર ઇમારતો અને અનેક આધુનિક બાંધકામ દ્વારા વરાછા, સીમાડા,નાના વરાછા, સરથાણા શોભી ઊઠયા છે. બધી સવલતો ત્યાં હાજર છે. અનેક ડોકટર્સ પણ ત્યાં સ્વયંની કાબેલિયત સિદ્ધ કરી રહ્યા છે.
રેસ્ટોરન્ટની પણ ભરમાર છે ત્યાં, યોગી ચોક, મહાવીર ચોક પણ અત્યંત વિકસિત એરિયા કહી શકાય. સોરઠ ભૂમિ એમની જન્મભૂમિ હોવા છતાં સુરતની પ્રગતિમાં સૌરાષ્ટ્રવાસીઓનો સિંહફાળો છે. સરદાર સ્મૃતિ હોલ ખાતે ખ્યાતનામ લેખકો અને કવિઓના સાહિત્યિક કાર્યક્રમો પણ સુંદર યોજાય છે. ધન્ય છે સૌરાષ્ટ્રવાસીઓની શુદ્ધ દાનત અને વિચારધારાને, જેમણે સુરતને સ્વીકારી લીધું, સુરતે પણ એમને સહૃદયતાપૂર્વક સ્વીકારી લીધા છે, પરસ્પર દેવોની શુદ્ધ ભાવનાથી.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
