Dakshin Gujarat

પહેલાં જ વરસાદી પૂરમાં કીમ નદી પરનો ડહેલી ગામનો ડાઈવર્ઝન ધોવાઈ ગયો, લોકોએ કહ્યું…

  • ડહેલી ગામે કીમ નદીમાં ડાઈવર્ઝન બન્યાને પહેલા જ પુરમાં ધોવાતા સ્થાનીકોમાં ભારે નારાજગી, ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભરૂચઃ   બ્લેક સ્ટોન ગણાતો વાલિયા-વાડી રોડ  પર ડહેલી કીમ નદીમાં પહેલા  ઘોડાપૂર આવતા અંદાજે રૂ.૧.૨૬ કરોડનું ડાઈવર્ઝન ધોવાઈને જતા સ્થાનિકોએ કઠિત ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરીને ટાયરો સળગાવી પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો હતો.

નેત્રંગ તાલુકામાં સોમવારે મુશળધાર વરસાદ પડતા કીમ નદીમાં ઘોડાપુર આવ્યો હતો.કીમ નદીમાં ઘોડાપુરને પગલે વાલિયા-વાડી રોડ પર ડહેલી ગામે જર્જરિત બ્રિજને અડીને રૂ.૧.૨૬ કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું. ડાઈવર્ઝન પર ડામરના પોપડા ઉખડીને પાણીમાં વહી ગયા હતા.

થોડા સમય પહેલા બનેલા ડાઈવર્ઝન નદી બે કાંઠે વહેલા મજબૂતીકરણમાં શંકા ઉપજાવે એમ બંને બાજુ ધોવાણ થઇ ગયું હતું. મંગળવારે ડાઈવર્ઝન ધોવાતા વાલિયા તાલુકા પેલેસથી સંપર્ક વિહોણા ડહેલી સહીત સ્થાનિક કિરણ વસાવા, સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનોએ વિરોધનો વંટોળ ઉભો કરીને વિફર્યા હતા.

સ્થાનિકોએ ડાઈવર્ઝનની કઠિત કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને ટાયરો સળગાવ્યા હતા. તેઓએ આક્રોશમાં જણાવ્યું હતું કે આ બનેલો ડાઈવર્ઝન પર પહેલી વખત નદીનું વહેણ આવતા જ તણાઈ જતા તેની મજબૂતાઈ પર સવાલો ઉભા કરે છે.જેની સામે અમારો વિરોધ છે.

સ્થાનિકોએ ટાયરો સળગાવતા જ વાલિયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વિરોધ કરનારાઓને સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. સરકારી અધિકારી અને સ્થાનિકો વચ્ચે થોડી નોકઝોક થઇ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરકારના નાણા યોગ્ય રીતે ઉપયોગ થાય તો સૌને સુવિધા મળે એ માટે તાત્કાલિક ડાઈવર્ઝન કામ કરવા માટે પ્રબળ માંગ કરી હતી. 

ઉલ્લેખનીય એ છે કે ડાઈવર્ઝન ધોવાયા બાદ આરએન્ડબી ટીમે બીજા દિવસે તાત્કાલિક ધોરણે તેને રીપેર કરવા જેસીબી સહીત મશીનરી વળગાડી દીધી હતી.

Most Popular

To Top