વડોદરા: કેટલાક દ્રશ્યોને લઈને પઠાણ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ હતી. ભગવા રંગને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ નહીં થવા દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.વિવાદોમાં ઘેરાયા હોવા છતાં પણ બુધવારથી ફિલ્મ પઠાણ રિલીઝ થઇ છે.ત્યારે સવારથી જ મલ્ટીપ્લેક્સ પર પોલીસ ખડકાય ગઇ હતી.આમ તો ફિલ્મનું પ્રમોશન થયુ નથી છતાં પણ પહેલા જ દિવસે શો હાઉસફુલ થયો હતો.મોટા પ્રમાણમાં ટિકીટ વહેંચાય હતી.
અભિનેત્રી દિપીકા પાદુકોણ અને અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પહેલેથી જ વિવાદમાં રહી છે.આ ફિલ્મનું ગીત રિલીઝ થયુ ત્યારે દિપીકાએ પહેલા ભગવારંગના કપડાને લઇને વિવાદ થયો હતો. તેથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી હતી.જેને લઇને ફિલ્મ મેકરોએ અમુક સીન હટાવી પણ દીધા છે.જ્યારે આ ફિલ્મનું પ્રમોશન પણ કરવામાં આવ્યુ નથી. છતાં જ આજે રિલીઝ થતાં જ વધારે પ્રમાણમાં ટિકીટ વહેંચાય હતી.કિંગ ખાન 4 વર્ષ બાદ ફિલ્મ પઠાણથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. ચાહકો તેમના સુપરસ્ટારને જોવા આતુર છે.પઠાણનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા અભિનીત ફિલ્મ YRF ના સ્પાય યુનિવર્સનો એક ભાગ છે. ત્યારે આ ફિલ્મને આજે વહેલી સવારથી તમામ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે.
જેને લઈ ચાહકોમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરામાં આવેલા મલ્ટીપ્લેક્સ ખાતેથી મોટી સંખ્યામાં ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન કુલ 8 જેટલા શો બતાવવામાં આવ્યા હતા.મહત્વનું છે કે પઠાણ ફિલ્મને લઈ ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યું છે.જેને લઈ થિયેટરોના માલિકોને ધમકી પણ આપવામાં આવી હતી.જેથી થિયેટરોના માલિક દ્વારા પોલીસ પાસે સુરક્ષાની માંગ કરવામાં આવી હતી.જેને ધ્યાને રાખી આજરોજ તમામ થિયેટરોની સામે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ ફિલ્મમાં કેસરી રંગના કપડાને લઈને થયેલા વિરોધને ધ્યાને રાખી ફિલ્માંથી ઘણા સિન કાપી નાખીને તેને રિલીઝ કરવામાં આવી છે.